નવી દિલ્હી: દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) કેસમાં મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 14 દિવસ માટે વધારી દીધી છે. જો કે તેમની જામીન અરજી પર 21 માર્ચે સુનાવણી થશે. દિલ્હી લિકર પોલિસી કેસમાં ધરપકડ કરાયેલા મનીષ સિસોદિયા હાલમાં ED રિમાન્ડ પર છે. તે જ સમયે, મનીષ સિસોદિયા 5 દિવસ માટે EDના રિમાન્ડ પર છે. તે 17 માર્ચે રાઉઝ એવન્યુ કોર્ટમાં હાજર થવાના હતો. ઇડીએ સાત દિવસના રિમાન્ડ માંગ્યા હતા પરંતુ કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
આ પણ વાંચો:Andhra Pradesh Assembly: આંધ્રપ્રદેશ વિધાનસભામાં YSR કોંગ્રેસ અને TDP ધારાસભ્યો આવ્યા સામ-સામે
26 ફેબ્રુઆરીએ સિસોદિયાની ધરપકડ:સીબીઆઈએ લગભગ આઠ કલાકની પૂછપરછ બાદ 26 ફેબ્રુઆરીએ સિસોદિયાની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ સીબીઆઈની માંગ પર રાઉઝ એવન્યુ કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. તે જ સમયે સીબીઆઈના ત્રણ દિવસના રિમાન્ડની માંગ પર કોર્ટે બે દિવસના રિમાન્ડ આપ્યા. જેનો મનીષ સિસોદિયાના વકીલે વિરોધ કર્યો. આ પછી તેને ન્યાયિક કસ્ટડીમાં તિહાર જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો. તે હાલમાં EDની કસ્ટડીમાં છે.