નવી દિલ્હી: દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ગુરુવારે પોતાની બીમાર પત્ની સાથે મુલાકાતની માંગ લઈને રાઉઝ એવન્યુ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ અરજીમાં સિસોદિયાએ પોતાની બીમાર પત્નીને મળવાની માંગ કરી છે. આ પહેલાં જૂન મહિનામાં દિલ્હી હાઈકોર્ટે સિસોદિયાને એક દિવસ માટે સવારે 10 વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી પત્ની સાથે સરકારી નિવાસ મથુરા રોડ પર મુલાકાત કરવાની મંજુરી આપી હતી. ત્યાર બાદ સિસોદિયાની પત્ની સાથે મુલાકાત થઈ નથી.
22 નવેમ્બર સુધી લંબાવાઈ હતી કસ્ટડી : હકીકતમાં, ઑક્ટોબરમાં, મનીષ સિસોદિયાને આબકારી કૌભાંડ સંબંધિત કેસમાં CBI મામલે ગત મહિને મનીષ સિસોદિયાની રાઉજ એવેન્યૂ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતાં. સુનાવણી બાદ કોર્ટે સિસોદિયા ન્યાયિક કસ્ટડી 22 નવેમ્બર સુધી લંબાવી દીધી હતી. નોંધનીય છે કે રાઉઝ એવન્યુ કોર્ટ અને દિલ્હી હાઈકોર્ટ દ્વારા જામીન અરજી ફગાવી દેવામાં આવ્યા બાદ મનીષ સિસોદિયાએ સુપ્રીમ કોર્ટમાં પણ જામીન અરજી દાખલ કરી હતી, જેના પર છેલ્લા બે મહિનાથી સુનાવણી ચાલી રહી છે. જોકે, ED અને CBIએ પણ અનેક દલીલો સાથે સુપ્રીમ કોર્ટમાં સિસોદિયાની જામીન અરજીનો વિરોધ કર્યો છે.
AAPને લાગી શકે છે ઝટકોઃ EDની દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી હતી કે જો આમ આદમી પાર્ટીને સમગ્ર કૌભાંડનો ફાયદો થયો છે, તો આમ આદમી પાર્ટીને આરોપી કેમ બનાવવામાં ન આવી. સુપ્રીમ કોર્ટની ટિપ્પણી બાદ હવે ED મની લોન્ડરિંગ કેસમાં આમ આદમી પાર્ટીને પણ આરોપી બનાવવા પર વિચાર કરી રહી છે. આ અંગે રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા ચાલી રહી છે. લોકોનું માનવું છે કે જો આમ આદમી પાર્ટીને મની લોન્ડરિંગ કેસમાં આરોપી બનાવવામાં આવશે તો પાર્ટીના નેતૃત્વ અને સંગઠન બંને પર તેની નકારાત્મક અસર પડશે.
તિહાર જેલમાં બંધ છે સિસોદિયા: નોંધનીય છે કે મનીષ સિસોદિયાની સીબીઆઈ દ્વારા 26 ફેબ્રુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી, ત્યારબાદ 9 માર્ચે ઈડીએ તિહાર જેલમાંથી તેમની ધરપકડ કરી હતી. ત્યારથી મનીષ સિસોદિયા બંને કેસમાં તિહાર જેલમાં બંધ છે. આ સમય દરમિયાન, તેમની જામીન માટે અરજી દાખલ કરવાની પ્રક્રિયા નીચલી કોર્ટથી લઈને ઉપરની કોર્ટમાં ચાલી રહી છે. એક્સાઇઝ કૌભાંડ કેસમાં અત્યાર સુધીમાં ઘણા આરોપીઓને જામીન મળી ચૂક્યા છે, પરંતુ મનીષ સિસોદિયાને હજુ જામીન મળ્યા નથી.
- SC on Chandrababu's Plea: સુપ્રીમ કોર્ટે ચંદ્રબાબુ નાયડુની આગોતરા જામીન માંગતી અરજીની સુનાવણી 30 નવેમ્બર પર ટાળી દીધી
- Sabarimala Melsanthi selection: કેરળ હાઈકોર્ટે સબરીમાલા મંદિરમાં મુખ્ય પૂજારીની પસંદગી રદ કરવાની અરજીને ફગાવી દીધી