ટોક્યો : ટોક્યો પેરાલ્મિક્સમાં શૂટિંગમાં ભારતનું નામ રોશન થયું છે. મનીષ નરવાલે ગોલ્ડ મેડલ જીત્યો હતો જ્યારે સિંહરાજે સિલ્વર મેડલ જીત્યો હતો. P4 મિક્સડ 50 મીટર પિસ્ટલ HS1 ફાઈનલમાં મનીષ નરવાલે 218.2ના સ્કોર સાથે પ્રથમ સ્થાન મેળવ્યું છે. સિંહરાજ 216.7ના સ્કોર સાથે બીજા ક્રમ પર રહ્યા હતા. આ સાથે ભારતની મેડલોની સંખ્યા 15 પર પહોંચી છે.
આ બંન્ને શૂટર્સ ફરીદાબાદના રહેવાસી છે. ક્વોલિફિકેશનમાં સિંહરાજ 536 અંકોની સાથે ચોથા સ્થાન પર હતા અને મનિષ નરવાલ 533 અંકની સાથે સાતમા નંબરે રહ્યા હતા. આ સાથે ટોક્યો પેરાલ્મિક્સ માં 19 વર્ષિય મનીષ નરવાલે ભારતને ત્રીજુ ગોલ્ડ મેડલ આપાવ્યું છે. આ પહેલા અવનિ લખેરા અને સુમિત અંતિલે ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યું હતું.
હાલના વિશ્વ ચેમ્પિયન પ્રમોદ ભગત અને સુહાસ યથિરાજ શનિવારે ટોક્યો પેરાલ્મિક્સમાં પુરુષ સિંગલ બેડમિન્ટનમાં પોતાના વર્ગમાં ફાઈનલમાં પહોંચી ગયા હતા, પરંતુ મનોજ સરકાર અને તરૂણ ઢિલ્લોંને સેમીફાઈનલમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો.
આ પણ વાંચો :Rain Update: 7 સપ્ટેમ્બરથી 3 દિવસ માટે ગુજરાતમાં વરસાદની આગાહી
દુનિયાના પહેલા નંબરના ખેલાડી અને એશિયાઈ ચેમ્પિયનSL3 ક્લાસમાં જાપાનના દાઈસુકે ફુઝીહારાને 36 મિનીટમાં 21..11..21..16થી હરાવ્યો. આ વર્ષે પ્રથમ વાર પેરાલ્મિકમાં બેડમિંટન રમાઈ રહ્યો છે એટલે ગોલ્ડ મેડલ માટે રમનાર મનોજ પહેલા ભારતીય હશે. તેમનો મુકાબલો બ્રિટેનના ડેનિયલ ડેથેલ સાથે થશે. SL4માં નોઈડાના જિલ્લાધિકારી સુહાસે ઇન્ડોનેશિયાનાં ફ્રેડી સેતિયાવાનને 31 મિનિટમાં 21..9..21..5 થી હરાવ્યો હતો.
આ પણ વાંચો : તાલિબાનએ પંજશીર પર કબ્જો મેળવ્યો
માજૂરએ બીજો ક્રમાંક પ્રાપ્ત કરવા માટે ભારતીય ખેલાડી ઢિલ્લોંને નજીકના મુકાબલામાં 21..16,16..21, 21..18થી હારાવ્યો. હિસારના 27 વર્ષીય ઢિલ્લોનંનો સામનો કાસ્ય પદક માટે સોતિયાવાન સાથે થશે, મનોજને બીજો ક્રમાંક પ્રાપ્ત કરનાર બેથેલે 21..8, 21..10 થી હરાવ્યો. મનોજ હવે કાસ્ય પજક માટે ફુઝીહારા સાથે રમશે. આ ક્લાસિફિકેશનમાં અડધા જ કોર્ટના ઉપયોગ થાય છે. ભગત અને ફુજીહારાએ લાંબી મેચ ચલાવી શરૂઆતમાં ભગત 2. 4 થી પાછળ હતા પરંતુ બ્રેક 11 સુધી. 8 ની સરસાઈ મેળવી હતી. તે પછી, આ વેગ જાળવી રાખીને, સતત છ પોઇન્ટ સાથે પ્રથમ ગેમ જીતી. બીજી ગેમમાં તેણે પ્રતિસ્પર્ધીને કોઈ તક આપી ન હતી.