ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Manipur Viral Video: ક્રુરતાની હદ પાર, મહિલાને નગ્ન કરી ખેતરમાં ફેરવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ - undefined

મણિપુરમાં હિંસા બાદ વધુ એક હચમચાવનારી ઘટના સામે આવી છે. મણિપુરમાં એક ટોળાએ બે મહિલાઓને નગ્ન અવસ્થામાં રસ્તા ફેરવી હતી. જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેને લઈને પોલીસે પગલાં લેવાનું શરૂ કરી દીધુ છે. પરેડ કરવાનો ભયાનક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે.

Manipur Viral Video: ક્રુરતાની હદ પાર, મહિલાને નગ્ન કરી ખેતરમાં ફેરવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
Manipur Viral Video: ક્રુરતાની હદ પાર, મહિલાને નગ્ન કરી ખેતરમાં ફેરવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

By

Published : Jul 20, 2023, 8:49 AM IST

મણિપુરઃતારીખ 4 મેના રોજ પોલીસ સુરક્ષામાંથી મુક્ત થયેલા ટોળાએ મહિલાઓની નગ્ન પરેડ કરી હતી અને તેમાંથી એક પર સામૂહિક બળાત્કાર કર્યો હતો. આવો એક આરોપ મૂકાવમાં આવ્યો છે. બુધવારના રોજ મણિપુરના કુકી-ઝોમી સમુદાયની બે મહિલાઓને નગ્ન કરીને એની પરેડ કાઢવામાં આવી હતી. પુરુષોના ટોળા દ્વારા યૌન શોષણ કરતી દર્શાવતો વીડિયો વાયરલ થયો હતો. જેની સામે હવે પોલીસે કડક પગલાં લીધા છે.

નિંદા થઈ રહી છેઃઆઈટીએલએફનો આરોપ છે કે નગ્ન પરેડ કર્યા બાદ ડાંગરના ખેતરમાં બંને મહિલાઓ સાથે સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો. ITLFએ ગુનેગારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ આ ઘટનાની વ્યાપક નિંદા થઈ રહી છે. ITLFએ ગુનેગારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.સમગ્ર રાજનૈતિક જગતમાં આ વીડિયોની આકરી પ્રતિક્રિયા જોવા મળી હતી. વીડિયો સામે આવ્યા બાદ મહિલા અને બાળ વિકાસ પ્રધાન સ્મૃતિ ઈરાનીને રાજ્યના મુખ્યમંત્રી એન. બિરેન સિંહ સાથે વાત કરવાની ફરજ પડી હતી.

પોલીસની વાતઃમણિપુર પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ પુષ્ટિ કરી કે આ ઘટના તારીખ 4 મેના રોજ થૌબલ જિલ્લામાં બની હતી. કાંગપોકપી જિલ્લામાં 18 મેના રોજ આ મામલે ઝીરો એફઆઈઆર નોંધવામાં આવી હતી. તેમણે કહ્યું કે, અપહરણ, સામૂહિક બળાત્કાર અને હત્યા સહિતના આરોપોમાં અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ બે મહિના પહેલા FIR નોંધવામાં આવી હતી. હજુ સુધી કોઈ ધરપકડ કરવામાં આવી નથી. બુધવારે સાંજે એક પ્રેસ નોટમાં, મણિપુરના પોલીસ અધિક્ષક કે મેઘચંદ્ર સિંહે જણાવ્યું હતું કે રાજ્ય પોલીસ ગુનેગારોને વહેલી તકે પકડવાના તમામ પ્રયાસો કરી રહી છે.

બે મહિલા પર અત્યાચારઃવીડિયોમાં, બે મહિલાઓ (પોલીસ રેકોર્ડ મુજબ, અનુક્રમે 40 અને 20 વર્ષ)ને પુરુષોના ટોળા દ્વારા નગ્ન અવસ્થામાં રસ્તા પર અને ખેતર તરફ ખેંચવામાં આવી રહી છે. જેમાં કેટલાક લોકો મહિલાઓને ખેતર તરફ ખેંચતા અને બળજબરીથી છેડતી કરતા જોઈ શકાય છે. એફઆઈઆર મુજબ, બંને મહિલાઓ કંગપોકપીના કુકી-ઝોમી પ્રભુત્વવાળા પહાડી જિલ્લાની છે.

જબરદસ્તીની ઘટનાઃ આ ઘટના થૌબલમાં બની હતી, એક મેઇતેઇ પ્રભુત્વ ધરાવતા ખીણ જિલ્લામાં, પીડિતોએ પાછળથી કાંગપોકપી જિલ્લાના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં શૂન્ય એફઆઈઆર નોંધવામાં આવી હતી અને મામલો થોબલના સંબંધિત પોલીસ સ્ટેશનને મોકલવામાં આવ્યો હતો. તેમની ફરિયાદ મુજબ, ત્યાં અન્ય 50 વર્ષીય મહિલા હતી જેને ટોળાએ જબરદસ્તી ઉતારી હતી. ફરિયાદમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે સગીર મહિલા પર દિવસે દિવસે ક્રૂરતાપૂર્વક સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.

સાંસદની વાતઃ શિવસેના (UBT) ના રાજ્યસભા સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ ટ્વીટ કર્યું કે મણિપુરમાં ચાલી રહેલી હિંસા અને જાતિ આધારિત હિંસા પર આ મૌન એકદમ શરમજનક છે. વડા પ્રધાન બોલ્યા નહીં, WCD મંત્રી કરશે? ટીપ્રા મોથા પાર્ટી (ટીએમપી)ના સુપ્રીમો પ્રદ્યોત બિક્રમ માણિક્ય દેબ બર્મન સહિત કેટલાક રાજકીય નેતાઓએ આ ઘટનાની સખત નિંદા કરી અને કડક પગલાં લેવાની માંગ કરી.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details