નવી દિલ્હી:મણિપુર 3 મેથી હિંસાની આગમાં સળગી રહ્યું છે. તમામ પ્રયાસો પછી પણ ઘણા વિસ્તારો હજુ પણ સંવેદનશીલ છે. દરમિયાન, હિંસાગ્રસ્ત રાજ્યમાંથી માનવતાને શરમાવે એવો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં ભીડ બે મહિલાઓને નગ્ન કરીને અપમાનિત કરતી જોવા મળે છે. બુધવારના રોજ 20 જુલાઈના રોજ આ ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
ક્યાં બની ઘટના:મીડિયા રિપોર્ટ્સ અનુસાર બુધવારે વાયરલ થયેલો વીડિયો મણિપુરના થોબલ જિલ્લાનો છે. ઘટના 4 મેની જણાવવામાં આવી રહી છે. થોબલ કુકી પ્રભુત્વ ધરાવતો વિસ્તાર છે. આ સંબંધમાં 18 મેના રોજ કાંગપોકપી પોલીસ સ્ટેશનમાં શૂન્ય એફઆઈઆર નોંધવામાં આવી હતી, જેને 21 જૂને ઘટના સ્થળ થોબલમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી.
FIR મુજબ શું થયું?: કાંગપોકપી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆર મુજબ 900થી 1,000 લોકોના ટોળાએ 4 મેના રોજ બપોરે 3 વાગ્યે નોંગપોક સેકમાઈ ગામ પર હુમલો કર્યો. ઘરોમાં આગ લગાડવામાં આવી હતી. આ મૈતેઈ સમુદાયના લોકો હતા. એફઆઈઆરમાં કહેવામાં આવ્યું છે કે એક મહિલા પર પણ બળાત્કાર થયો હતો. દાખલ કરવામાં આવેલી ફરિયાદ મુજબ રેપ પીડિતાના પિતા અને ભાઈને ટોળાએ માર માર્યો હતો. ફરિયાદમાં કહેવાયું છે કે 19 વર્ષના ભાઈએ પોતાની બહેનને ટોળાથી બચાવવાના પ્રયાસમાં જીવ ગુમાવ્યો હતો. એફઆઈઆરમાં હત્યાના આરોપો પણ ઉમેરવામાં આવ્યા છે.
900થી 1000 લોકોના ટોળાએ પોલીસને રોકી: ગામના વડાએ નોંધાવેલી ફરિયાદ મુજબ બે મહિલાઓ સહિત પાંચ ગ્રામજનો પોતાનો જીવ બચાવીને જંગલ તરફ ભાગી ગયા હતા. આ લોકોને પોલીસે બચાવી લીધા હતા અને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી રહ્યા હતા. જો કે એફઆઈઆર જણાવે છે કે પોલીસ સ્ટેશનથી લગભગ 2 કિલોમીટર પહેલાં લગભગ 900થી 1,000 લોકોના ટોળાએ પોલીસ ટીમને રોકી અને પાંચને બળજબરીથી તેમની કસ્ટડીમાં લઈ ગયા. ટોળાએ મહિલાઓને કપડાં ઉતારવાની ફરજ પાડી અને પરેડ કરાવી. બાદમાં 21 વર્ષની યુવતી પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. જ્યારે તેના ભાઈએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે તેને મારી નાખ્યો. ફરિયાદ અનુસાર બંને મહિલાઓ ખૂબ જ મુશ્કેલીથી ત્યાંથી ભાગવામાં સફળ રહી હતી.
ભારતીયો માટે શરમજનક ઘટના: બીજી તરફ આવો વીડિયો સામે આવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ ઘટનાએ 140 કરોડ ભારતીયોને શરમમાં મૂકી દીધા છે. હું ભારતની જનતાને ખાતરી આપવા માંગુ છું કે આરોપીઓને બક્ષવામાં આવશે નહીં. તેમણે રાજ્યોને મહિલાઓની સુરક્ષા માટે કડક વ્યવસ્થા કરવા અને બદમાશો સામે કડક કાર્યવાહી કરવા પણ વિનંતી કરી છે. કોઈ પણ સમાજ માટે આ શરમજનક ઘટના છે.. કોણે આ કર્યું અને કોણ જવાબદાર છે તે એક અલગ મુદ્દો છે પરંતુ તેનાથી આપણા દેશને શરમ આવી છે. હું તમામ મુખ્યમંત્રીઓને કાયદો અને વ્યવસ્થા કડક બનાવવા અપીલ કરું છું. રાજસ્થાન હોય, છત્તીસગઢ હોય કે મણિપુર... સ્ત્રીના સન્માનનો મુદ્દો રાજકારણથી ઉપર છે.'
ખૂબ જ દુઃખદ ઘટના:સોશિયલ મીડિયા પર નગ્ન પરેડ કરતી બે મહિલાઓના બે મહિના જૂના વાયરલ વીડિયોના એક દિવસ પછી ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ રંજને આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી. જો કે રાજ્યસભાના સાંસદે આ બાબતે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. 'કોઈ ટિપ્પણી કરવા માટે કંઈ નથી, તે ખૂબ જ દુઃખદ છે... અલબત્ત, તે ખૂબ જ કમનસીબ છે,' ભૂતપૂર્વ CJIએ કહ્યું.