ઈંફાલ: કોંગબામાં ગુરુવારે મોડી રાત્રે ઉગ્રવાદીઓના ટોળાએ કેન્દ્રીય વિદેશ રાજ્ય પ્રધાન આર.કે. રંજનસિંહના નિવાસસ્થાને આગ લગાવી દીધી હતી. મણિપુર સરકારે આ ઘટનાની પુષ્ટિ કરી છે. મીડિયા સાથેની વાતચીતમાં રંજનસિંહે કહ્યું કે, તેઓ હાલમાં સત્તાવાર કામ માટે કેરળમાં છે. સદનસીબે ઈંફાલ સ્થિત મારા ઘરે ગઈકાલે રાત્રે કોઈને ઈજા થઈ નથી. ઉગ્રવાદીઓ પેટ્રોલ બોમ્બ લાવ્યા હતા. મારા ઘરના ગ્રાઉન્ડ ફ્લોર અને પહેલા માળે પેટ્રોલ બોમ્બ ફેંક્યા હતા.
મારા ઘરને ઘણું નુકસાન થયું છે. પૂર્વોત્તર રાજ્યોમાં શાંતિની અપીલ કરું છું. મારા ગૃહ રાજ્યમાં જે થઈ રહ્યું છે તે જોઈને ખૂબ જ દુઃખ થાય છે. હું હજુ પણ શાંતિ માટે અપીલ કરવાનું ચાલુ રાખીશ. જેઓ આવી હિંસા કરે છે તે તદ્દન અમાનવીય છે. --- આર.કે. રંજનસિંહ ( કેન્દ્રીય વિદેશ રાજ્યપ્રધાન)
CM બિરેનસિંહનું નિવેદન:આ અંગે મણિપુરના મુખ્યપ્રધાન એન. બિરેનસિંહે કહ્યું હતું કે, અમે શક્ય તેટલી વહેલી તકે શાંતિ હાંસલ કરવાની આશા રાખીએ છીએ. સરકાર વિવિધ સ્તરે ચર્ચા કરી રહી છે. તેમણે જનતાને ખાતરી આપી છે કે હિંસામાં સામેલ લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે.
શાંતિ સમિતિની રચના: ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા CM બિરેનસિંહે કહ્યું કે, અમારી પ્રતિબદ્ધતા મુજબ અમે દરેકનો સંપર્ક કરી રહ્યા છીએ, અમે વિવિધ સ્તરે ચર્ચા કરી રહ્યા છીએ. રાજ્યપાલે શાંતિ સમિતિની પણ રચના કરી છે. શાંતિ સમિતિના સભ્યો સાથે પરામર્શ શરૂ થશે. મને આશા છે કે રાજ્યના લોકોના સમર્થનથી અમે વહેલી તકે સંજોગો પર શાંતિ પ્રાપ્ત કરી લઈશું.
છાશવારે હિંસક છમકલા: મણિપુરમાં બુધવારે હિંસાની તાજી ઘટનામાં નવ લોકો માર્યા ગયા હતા. જ્યારે 10 અન્ય ઘાયલ થયા હતા. મણિપુરમાં એક મહિના કરતાં વધુ સમયથી જાતીય હિંસાની ઘટનાઓ બની રહી છે.
- Amit Shah Manipur Visit: શાહની આજથી મણિપુર મુલાકાત પહેલા 40 ઉગ્રવાદીઓ ઠાર
- Manipur Violence: બિહારના 142 વિદ્યાર્થીઓ મણિપુરથી પટના એરપોર્ટ પહોંચ્યા, CM નીતિશ કુમાર અને તેજસ્વી યાદવનો માન્યો આભાર