તેજપુરઃ મણિપુર પોલીસે બુધવારે ભારત અને બર્માની સરહદે એક સ્પેશિયલ ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશનમાં 32 બર્માવાસીઓની ધરપકડ કરવામાં આવી છે. મણિપુર પોલીસ અધિકારી અનુસાર 32માં 10ને સઘન પુછપરછ માટે હેલિકોપ્ટર દ્વારા ઈમ્ફાલ મોકલી અપાયા છે. જ્યારે 22ને મોરેહ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા છે.
Manipur Violence Updates: મોરેહમાં કરાયેલા સર્ચ ઓપરેશનમાં 32 બર્માવાસીઓ ઝડપાયા
મોરેહના પોલીસ અધિકારી ચિંગથમ આનંદકુમાર સાથે થયેલ દુર્ઘટના બાદ મણિપુર પોલીસે સર્ચ ઓપરેશન્સ સઘન બનાવી દીધા છે. આવા જ એક સર્ચ ઓપરેશનમાં 32 બર્માવાસીઓ ઝડપાયા છે. વાંચો સમગ્ર ઘટનાક્રમ.
Published : Nov 2, 2023, 3:08 PM IST
પોલીસ ઓફિસર સાથે થયેલ દુર્ઘટનાઃ પોલીસ અનુસાર મોરેહના પોલીસ અધિકારી ચિંગથમ આનંદકુમાર સાથે થયેલ દુર્ઘટના બાદ મણિપુર પોલીસે સર્ચ ઓપરેશન્સ સઘન બનાવી દીધા છે. મંગળવાર સવારે જ્યારે આનંદકુમાર હેલિપડની સફાઈ વ્યવસ્થાનું અવલોકન કરી રહ્યા હતા ત્યારે સ્નાઈપરે તેમણે વિદ્રોહી સમજીને ગોળી મારી દીધી હતી. આ ઘટના બાદ મણિપુર પોલીસની એક ટીમ કેન્દ્રીય સુરક્ષા દળો સાથે બુધવારે બપોરે 2 કલાકે મોરેહ પહોંચી ગઈ હતી. અહીં મોરેહ મોર્નિંગ કોલોની અને આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન્સ કરવામાં આવી રહ્યા છે. આ સર્ચ ઓપરેશનમાં મણિપુર પોલીસની સાથે કેન્દ્રિય સુરક્ષા એજન્સી, સુરક્ષા દળો અને ઈન્ડિયા રિઝર્વ બટાલિયનના સ્પેશિયલ કમાન્ડો જોડાયા છે. આ દરેક જવાન સર્ચ ઓપરેશનને સઘન બનાવવામાં યોગદાન આપી રહ્યા છે. મોરેહના પ્રત્યેક ઈંચની સઘન શોધખોળ કરી રહ્યા છે.
44 કુકી નાગરિકોની ધરપકડઃ ઈન્ડિયા રિઝર્વ બટાલિયનના સ્પેશિયલ કમાન્ડો અને આસામ રાઈફલ્સ સહિત સંયુક્ત સુરક્ષા દળોએ સતત છાપામારી દરમિયાન અંદાજિત કુકી સમુદાયના 44 નાગરિકોને ઝડપી લીધા છે. 44 કુકી નાગરિકોમાંથી 32 બર્માવાસી હોવાનું બહાર આવ્યું છે. મણિપુર પોલીસ અનુસાર તેઓ કોઈ અધિકૃત દસ્તાવેજ વિના મોરેહમાં પ્રવેશ્યા હતા. સુરક્ષા દળોએ ધરપકડ કરાયેલ નાગરિકોમાંથી 10ની સઘન પુછપરછ માટે હેલિકોપ્ટરથી ઈમ્ફાલ મોકલી આપ્યા છે. આ નાગરિકોને અત્યારે ઈમ્ફલાના પૂર્વીય જિલ્લા સજીવાના ફોરેન ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવ્યા છે. પોલીસ જણાવે છે કે આ ઘુસણખોરો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.