મણિપુર: 2017ની વિધાનસભા ચૂંટણીમાં, ભાજપે મણિપુરમાં 24 બેઠકો જીતી હતી અને તે એકમાત્ર સૌથી મોટી પાર્ટી હતી. કોંગ્રેસે 17 બેઠકો પર ઉમેદવારી નોંધાવી હતી. ભાજપે પણ NPP, LJP અને અપક્ષ ધારાસભ્યોના સમર્થનથી સરકાર બનાવી હતી, ત્યારે હાલ 5 રાજ્ય પૈકી યુપી બાદ મણિપુરમાં પણ કમળ ખીલ્યું છે. મણિપુર વિધાનસભા ચૂંટણી (Manipur Assembly Election Result 2022) માટે ગુરુવારે મતગણતરી થઈ હતી. જેમાં 60 બેઠકોમાંથી 32 બેઠકો ભાજપ (Bjp for Manipur)ના ખાતામાં અને 24 અન્યના ખાતામાં ગઈ છે, ત્યારે કોંગ્રેસને માત્ર 5 બેઠકો મળી હતી.
CM બિરેન 18,271 મતોથી જીત્યા
જ્યારે 2012ની ચૂંટણીમાં કોંગ્રેસને 42 બેઠકો મળી હતી. ભાજપની વાત કરીએ તો 2012ની વિધાનસભા ચૂંટણીમાં તેને એક પણ બેઠક મળી ન હતી. જણાવી દઈએ કે, મણિપુરમાં 28 ફેબ્રુઆરી અને 5 માર્ચના રોજ બે તબક્કામાં મતદાન થયું હતું. મણિપુરમાં બંને તબક્કામાં 265 ઉમેદવારો મેદાનમાં હતા, ત્યારે હાલ પરિણામ (Manipur Election 2022 Result) મળી રહ્યા છે કે, મણિપુરના માથે ફરી બીજેપીની મણી શોભશે, CM બિરેન 18,271 મતોથી જીત્યા છે. મણિપુરના સીએમ એન બિરેન સિંહે સતત પાંચમી વખત તેમના હિંગાંગ મતવિસ્તારમાંથી જીત મેળવી છે.
મણિપુરના સીએમ એન બિરેન સિંહ સતત પાંચમી વખત જીત્યા
બિરેન સિંહે (Manipur cm biren sinh) તેમના નજીકના કોંગ્રેસના પ્રતિસ્પર્ધી પંજીજામ સરચચંદ્ર સિંહને 18000થી વધુ મતોના માર્જિનથી હરાવ્યા. જાણીતા ફૂટબોલર અને ભૂતપૂર્વ પત્રકાર, સિંઘે સૌપ્રથમ 2002 માં રાજકારણમાં પ્રવેશ કર્યો, જ્યારે તેઓ મણિપુર સ્થિત પ્રાદેશિક રાજકીય પક્ષ, ડેમોક્રેટિક રિવોલ્યુશનરી પીપલ્સ પાર્ટીમાં જોડાયા. સિંહ એ જ વર્ષે કોંગ્રેસમાં જોડાયા હતા અને તત્કાલિન મુખ્ય પ્રધાન ઓકરામ ઇબોબી સિંહના નેતૃત્વ હેઠળના કેબિનેટમાં તેમને રાજ્ય તકેદારી પ્રધાનની જવાબદારી સોંપવામાં આવી હતી.
આ પણ વાંચો:Manipur Assembly Election Result 2022 : મુખ્યપ્રધાન બિરેન સિંહ પાંચમી વખત જીત્યા
બિરેન સિંહ સ્પોર્ટ્સ ક્વોટામાં બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં જોડાયા હતા
રાજનીતિમાં જોડાતા પહેલા બિરેન સિંહ ફૂટબોલ પ્રત્યેના પ્રેમ માટે જાણીતા હતા. તેઓ સ્પોર્ટ્સ ક્વોટામાં બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં (BSF) પણ જોડાયા હતા, પરંતુ બાદમાં પત્રકારત્વ માટે નોકરી છોડી દીધી હતી. સિંઘે 1992માં સ્થાનિક અખબાર, નાહરોલ્ગી થાઉડાંગ, સફળતાપૂર્વક શરૂ અને સંપાદિત કર્યું હતું અને 2001 સુધી તેના સંપાદક તરીકે સેવા આપવાનું ચાલુ રાખ્યું હતું.