ઇમ્ફાલઃમણિપુર વિધાનસભા ચૂંટણીમાં (Manipur Assembly Election Result 2022) મુખ્યપ્રધાન એન બિરેન સિંહ (Manipur Chief Minister Biren Singh won) 18,271 મતોની સરસાઈથી જીત્યા હતા. હિંગાંગ વિધાનસભા મતવિસ્તાર મણિપુરના ઇમ્ફાલ પૂર્વ જિલ્લા હેઠળ આવે છે. મણિપુરનો હિંગાંગ વિધાનસભા મત વિસ્તાર 60 વિધાનસભા બેઠકો સાથે સૌથી ગરમ બેઠકો પૈકીનો એક છે. બીજી તરફ રાજ્યમાં ભાજપ આગળ છે. તેને જોતા પાર્ટી સમર્થકો ઈમ્ફાલમાં જશ્ન મનાવી રહ્યા છે. ભાજપ 25 અને કોંગ્રેસ 11 સીટો પર આગળ છે.
આ પણ વાંચો:Uttarakhand Election Results 2022: AAP માટે નિરાશા, BJP આવશે ફરી સત્તામાં
મણિપુરના સીએમ એન બિરેન સિંહે સતત પાંચમી વખત જીત્યા
મણિપુરના (Manipur Assembly Election Result 2022) સીએમ એન બિરેન સિંહે સતત પાંચમી વખત તેમના હિંગાંગ મતવિસ્તારમાંથી જીત મેળવી છે. સિંહે તેમના નજીકના કોંગ્રેસના પ્રતિસ્પર્ધી પંજીજામ સરચચંદ્ર સિંહને 18000થી વધુ મતોના માર્જિનથી હરાવ્યા. જાણીતા ફૂટબોલર અને ભૂતપૂર્વ પત્રકાર, સિંઘે સૌપ્રથમ 2002 માં રાજકારણમાં પ્રવેશ કર્યો, જ્યારે તેઓ મણિપુર સ્થિત પ્રાદેશિક રાજકીય પક્ષ, ડેમોક્રેટિક રિવોલ્યુશનરી પીપલ્સ પાર્ટીમાં જોડાયા. સિંહ એ જ વર્ષે કોંગ્રેસમાં જોડાયા હતા અને તત્કાલિન મુખ્ય પ્રધાન ઓકરામ ઇબોબી સિંહના નેતૃત્વ હેઠળના કેબિનેટમાં તેમને રાજ્ય તકેદારી પ્રધાનની જવાબદારી સોંપવામાં આવી હતી.