અગરતલા (ત્રિપુરા):ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રદેશ અધ્યક્ષ અને રાજ્યસભાના સભ્ય માણિક સાહાએ રવિવારે સવારે ત્રિપુરાના મુખ્યપ્રધાન તરીકે શપથ (Manik Saha to take oath as Tripura CM) લીધા. રાજ્યપાલ એસએન આર્યએ અહીં રાજભવનમાં તેમને નવા મુખ્યપ્રધાન તરીકે શપથ લેવડાવ્યા (next chief minister of Tripura) હતા. આ સમારોહમાં પૂર્વ મુખ્યપ્રધાન બિપ્લબ કુમાર દેબ ભાજપના ધારાસભ્યો (Tripura New CM Manik Saha ) અને અન્ય પ્રધાનો સાથે હાજર રહ્યા હતા. શનિવારે સાંજે દેબેનુ અચાનક પ્રધાનપદ પરથી રાજીનામું આપ્યા બાદ સાહાએ આ પદ સંભાળ્યું હતું. શપથ ગ્રહણ સમારોહમાં કેન્દ્રીયપ્રધાન પ્રતિમા ભૌમિકે પણ હાજરી આપી હતી.
આ પણ વાંચો:માતમમાં ફેરવાયો લગ્ન સમારોહ, જાનૈયાઓની કાર નહેરમાં પડતા 6 લોકોના કરૂણ મોત
સાહાની મુખ્યપ્રધાન તરીકે નિમણૂકનો વિરોધ: શનિવારે ભાજપ ધારાસભ્ય દળની બેઠક દરમિયાન નાયબ મુખ્યપ્રધાન જિષ્ણુ દેવ વર્મા અને પ્રધાન રામ પ્રસાદ પોલે સાહાની મુખ્યપ્રધાન તરીકે નિમણૂકનો વિરોધ કર્યો હતો. શપથ ગ્રહણ સમારોહ પૂરો થયાના થોડી જ વારમાં બંને રાજભવન પહોંચ્યા હતા. શપથ સમારોહ બાદ સાહાએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસના એજન્ડાને આગળ લઈ હું ત્રિપુરાના લોકો માટે કામ કરીશ. હું કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ધ્યાન આપીશ. વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યના નેતૃત્વમાં ફેરફાર અંગે પૂછવામાં આવતા તેમણે કહ્યું કે, "કોઈ પડકાર નથી."