મેંગલુરુ: કર્ણાટક પોલીસ ડોગ સ્ક્વોડે કન્નડ ફિલ્મ 'ચાર્લી 777'થી પ્રેરિત ત્રણ મહિનાના સ્નિફર ડોગનું નામ ચાર્લી (Karnataka Police names dog inspired Charlie 777 ) રાખ્યું છે. આ સ્નિફર ડોગ લેબ્રાડોર જાતિનો છે. ચાર્લી માટે સાદું નામકરણ સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ભાગ લીધો હતો. મેંગલુરુ પોલીસ કમિશનર એન શશિ કુમારે જણાવ્યું હતું કે, "આ નવા કૂતરાને વિસ્ફોટકો શોધવાની તાલીમ આપવામાં આવશે."
આ પણ વાંચો-આખરે સુરતીલાલાએ માણ્યો મેઘો, વહેલી સવારથી જોરદાર બેટિન્ગ