- આજે મંગલ પાંડેની 194મી જન્મજયંતિ
- 29 માર્ચ 1857ના રોજ અંગ્રેજો સામે મોરચો ખોલ્યો
- 8 એપ્રિલ 1857ના રોજ તેમને ફાંસી અપાઇ
લખનઉ :અંગ્રેજો સામેમાથું ઊંચું કરનારા ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના પ્રથમ ક્રાંતિકારી તરીકે જાણીતા મંગલ પાંડેએ પ્રથમ વખત 'મારો ફિરંગી કો'નો નારા આપીને ભારતીયોને પ્રોત્સાહિત કર્યા હતા. પ્રથમ સ્વતંત્રતા સંગ્રામની શરૂઆત થઇ હતી. આજે 19 જુલાઈએ તેમની 194મી જન્મજયંતિ (Mangal Pandey Birth Anniversary) છે.
રેજિમેન્ટ અધિકારી પર હુમલો કરીને ઇજાગ્રસ્ત કર્યો હતો
29 માર્ચ 1857ના રોજ મંગલ પાંડેએ અંગ્રેજો સામે મોરચો ખોલ્યો હતો. કલકત્તા નજીક બેરેકપુર પરેડ ગ્રાઉન્ડ પર તેણે રેજિમેન્ટ અધિકારી પર હુમલો કરીને ઇજાગ્રસ્ત કરી દીધો હતો. તેમને લાગ્યું કે, યુરોપિયન સૈનિકો ભારતીય સૈનિકોને મારવા આવી રહ્યા છે. તે પછી તેણે આ પગલું ભર્યું હતું.
કોણ હતા મંગલ પાંડે ?
અમર શહીદ મંગલ પાંડેનો જન્મ (Mangal Pandey Birth Anniversary) 19 જુલાઈ 1827ના રોજ ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લાના નાગવા ખાતેના બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ દિવાકર પાંડે અને માતાનું નામ અભય રાની હતું. જોકે, ઘણા ઇતિહાસકારોએ જણાવ્યું છે કે, તેનો જન્મ ફૈઝાબાદ જિલ્લાના અકબરપુર તહસીલના સુહુરપુર ગામમાં થયો હતો. તેઓ 1849માં ઇસ્ટ ઇન્ડિયા કંપની (East India Company)ની સેનામાં જોડાયા હતા. તેમનો બેરેકપુરના સૈન્ય છાવણીમાં 34મી બંગાળના મૂળ પાયદળમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. તે પૈદલ સેનાના 1446માં નંબરના સૈનિક હતા.
આ પણ વાંચો : જેતપુરમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે ઉજવાઇ ડો. આંબેડકર જન્મજયંતિ
તેમના જીવન પર આધારિત મંગલ પાંડે-ધ રાઇઝિંગ સ્ટાર નામની ફિલ્મ
મંગલ પાંડેના જીવન પર એક ફિલ્મ પણ બનાવવામાં આવી છે. મંગલ પાંડે-ધ રાઇઝિંગ સ્ટાર નામની 2005માં બનેલી હિન્દી ફિલ્મમાં બોલિવૂડ સ્ટાર આમિર ખાને તેમનો રોલ કર્યો હતો. કેટલાક લોકો એમ પણ કહે છે કે, તે બલિયાના નાગવા ગામના વતની હતા. પરંતુ ફૈઝાબાદમાં મંગલ પાંડેના જન્મ પછી તે ફરીથી બલિયા જતા રહ્યા હતા.જોકે, મંગલ પાંડેના પિતાનું નામ દિનકર પાંડે અને માતાનું નામ અમરાવતી હતું. તેમનો જન્મ 19 જુલાઈ 1827એ મનાવામાં આવે છે. કેટલીક જગ્યાએ તેમનો જન્મ 30 જાન્યુઆરી 1831 હોવાનું માનવામાં આવે છે.
મારો ફિરંગીનો નારો મંગલ પાંડેએ આપ્યો
મંગલ પાંડેએ મારો ફિરંગીનો નારો આપ્યો હતો. તેઓ ભારતના પ્રથમ શહીદ માનવામાં આવે છે. જ્યાં તેમણે બ્રિટિશરો વિરુદ્ધ બળવો કર્યો હતો અને પછી તેમને ફાંસી આપવામાં આવી હતી. તે જગ્યા હવે શહીદ મંગલ પાંડે મહા ઉદ્યાન તરીકે ઓળખાય છે.
984ના રોજ તેમના સન્માનમાં ટપાલ ટિકિટ રજૂ કરી