ન્યૂઝ ડેસ્ક : વર્ષ 2019માં બંધારણ દિવસ પર તેમનું પ્રવચન આપતાં, ન્યાયમૂર્તિ રમણે કહ્યું હતું, "આપણે નવાં સાધનોને ચલણમાં લાવવા જોઈએ, નવી પદ્ધતિઓ વિકસાવવી જોઈએ, નવી રણનીતિઓની શોધ કરવી જોઈએ અને નવું ન્યાયશાસ્ત્ર વિકસાવવું જોઈએ જેથી બંધારણીય ઉદ્દેશ્યો પ્રાપ્ત કરવા માટે ન્યાયી નિર્ણયો આપી શકાય અને યોગ્ય રાહત આપી શકાય." એવું બહોળા પાયે માનવામાં આવે છે કે તેમની ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે ૧૬ મહિનાની અવધિમાં ન્યાયમૂર્તિ રમણ તેમના શબ્દોને કાર્યનાં વાઘાં જરૂર પહેરાવશે.
પાંચ દાયકા પહેલાં ન્યાયમૂર્તિ ટી. એસ. ઠાકુરે જાહેરમાં ટીકા કરી હતી કે ન્યાયતંત્ર વિશ્વસનીયતાની કટોકટીનો સામનો કરી રહ્યું છે. સમય જતાં પરિસ્થિતિ સુધરવાના બદલે બગડી જ છે. મુખ્ય ન્યાયમૂર્તિ એસ. એ. બોબડેની અવધિમાં ટૂંકાવવામાં આવેલા સર્વોચ્ચ ન્યાયાલયમાં પાંચ પૈકી એકેય જગ્યા ભરવામાં આવી નથી. આ વર્ષે આ યાદીમાં પાંચ વધુ જગ્યા ઉમેરાશે. ન્યાયમૂર્તિ રમણ પાસે અનિર્ણયનો બોજો ઘટાડવા માટે જ નહીં, પરંતુ ખાલી જગ્યાઓ ભરવા માટે પણ સમાન સત્તા અને અધિકારવાળા સમૂહ (કૉલેજિયમ)માં એકમતતા પ્રાપ્ત કરવાનું પડકારજનક કામ છે.
દેશભરમાં અનિર્ણિત કેસોની સંખ્યા ૪.૪ કરોડ ચિહ્ન પર પહોંચી ગઈ છે ત્યારે સર્વોચ્ચ ન્યાયાલયની બંધારણીય પીઠે ભારતના બંધારણની કલમ ૨૨૪ એ હેઠળ વચગાળાના ન્યાયાધીશોની નિમણૂક માટે લીલી ઝંડી બતાવી હતી. આ નિમણૂકની જવાબદારી પણ ન્યાયમૂર્તિ રમણના ખભા પર આવશે. ઘરને વ્યવસ્થિત કરવાની સાથે, ન્યાયમૂર્તિ રમણે ન્યાયના રથને આગળ પણ ધપાવવો પડશે અને રૉસ્ટરના માસ્ટર (સૂચિના સ્વામી) તરીકે વિજેતા ઉભરી આવવાનું કામ પણ તેમના ખભે છે. એટર્ની જનરલ કે. કે. વેણુગોપાલના મતે, ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ પાસે લાંબા ગાળાના સુધારાઓ કરવા માટે ઓછામાં ઓછી ત્રણ વર્ષની અવધિ હોવી જોઈએ. ભારતના મુખ્ય ન્યાયમૂર્તિએ ગતિશીલ રીતે કામ કરવું જોઈએ જેમાં તેને વિધાનપાલિકા અને કાર્યપાલિકા બંનેનું સમર્થન મળવું જોઈએ જેથી ભારતના બંધારણમાં કલ્પના કરાયા પ્રમાણે બધા દેશવાસીઓને ન્યાય સુનિશ્ચિત કરી શકાય. અત્રે ભારત રત્ન અને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના શબ્દો યાદ કરવા જોઈએ. તેમણે મત દર્શાવ્યો હતતો કે જો ભારતના વડા પ્રધાન અને ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ ચોક્કસ સમયગાળે મળતા રહે તો ઘણી સમસ્યાઓ ઉકેલી શકાય છે.