હજારીબાગ (ઝારખંડ): ઝારખંડના હજારીબાગમાં (murder in Hazaribag ) પતિ અને તેની પત્ની વચ્ચેના ઘરેલુ ઝઘડામાં (A case of domestic dispute in Hazaribagh) પતિએ તેની પત્નીને ગોળી મારી દીધી અને 15 દિવસના નવજાત બાળકને છોડીને તે ભાગી ગયો હતો. હાલમાં હજારીબાગના મલ્લા ટોલીમાં રહેતા રાજેશ સોનકરે તેની પત્ની વંદના દેવીને ગોળી મારી મોતને ઘાટ ઉતારી હતી અને ઘરને તાળું મારીને 15 દિવસના નવજાત બાળકને મૃતક માતા પાસે છોડીને ભાગી ગયો હતો. શિશુના રડવાનો અવાજ સાંભળીને વંદનાના દિયર સોનુ સોનકરે દરવાજાનું તાળું તોડીને રૂમમાં પ્રવેશ કર્યો તો તેણે વંદનાને લોહીના ખાબોચિયામાં પડેલી જોઈ હતી.
આ પણ વાંચો:નશામાં ધૂત યુવકે ઉંઘતા બે બાળકોના બ્લેડથી ગળા કાપવાનો પ્રયાસ કરતા ચકચાર
આરોપી બિહારનો રહેવાસી: વંદનાને તાત્કાલિક શેઠ ભિખારી મેડિકલ કોલેજમાં સારવાર અર્થે લઈ જવામાં આવી હતી જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. મૃતક ઉત્તર પ્રદેશના આઝમગઢની રહેવાસી છે, જ્યારે આરોપી બિહારનો રહેવાસી છે. માહિતી મળતાની સાથે જ પોલીસ મલ્લા ટોલી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે હજારીબાગ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.
આ પણ વાંચો:અમદાવાદમાં ચારિત્ર પર શંકા જતા પતિએ પત્નીની કરી હત્યા
બાળકના જન્મ બાદ દંપતી વચ્ચે ઝઘડો: પોલીસના જણાવ્યા અનુસાર, તેઓએ આરોપીની શોધખોળ શરૂ કરી છે. પોલીસ મૃતકના માતા-પિતાના આવવાની રાહ જોઈ રહી છે. દરમિયાન પોલીસે આરોપીના નાના ભાઈ સોનુ કુમાર સોનકર અને તેની માતાને પૂછપરછ માટે બોલાવ્યા હતા. આરોપીના પરિવારજનોના જણાવ્યા અનુસાર બાળકના જન્મ બાદ દંપતી વચ્ચે ઝઘડો થતો હતો. આરોપીના ભાઈએ જણાવ્યું કે, તે ટ્યુશન માટે ગયો હતો અને જ્યારે ઘટના બની ત્યારે તેની માતા પાડોશમાં ગઈ હતી.