કર્ણાટક : કલાબુર્ગીમાં એક હત્યાની ઘટના સામે આવી(Double murder case in Karnataka) છે. પિતાના હાથે જ પુત્રીઓની હત્યા કરાઇ હોવાનું ચર્ચાઇ રહ્યું છે. આ હત્યા કરવા બદલ આરોપી લક્ષ્મીકાંતને હિરાસતમાં લેવામાં આવ્યો(Arrest of killer) છે. હત્યારો કલબુર્ગીના વાંસ માર્કેટની ભોવી ગલીમાં વસવાટ કરે છે. તે વ્યવસાયે ઓટો ડ્રાઈવર છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીએ અંજલિ સાથે લગ્ન કર્યા હતા. દંપતીને ચાર બાળકો હતા. તેની પત્ની ચાર મહિના પહેલા પ્રેમી સાથે ભાગી ગઈ હતી. આરોપી માનસિક રીતે અસ્વસ્થ હતો અને પત્ની ફરાર થઈ જતાં બાળકો મામા સાથે રહેવા લાગ્યા હતા.
આ પણ વાંચો - સામાન્ય કારણમાં પતિએ સાસિરીયા પક્ષને કર્યો બાળીને ખાખ