ગાઝિયાબાદ(ઉતર પ્રદેશ):અહીંના કાનવાની વિસ્તારમાં તેની 6 વર્ષની પાડોશી પર દુષ્કર્મ કરવા બદલ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી,(Man held for digital rape in Ghaziabad ) એમ એક અધિકારીએ સોમવારે જણાવ્યું હતું. બાળકીની માતાએ શનિવારે રાત્રે તેની પુત્રી સાથે 'ડિજિટલ રેપ'નો આરોપ લગાવતી ફરિયાદ નોંધાવ્યા બાદ આરોપી અજય ઉર્ફે રામ નરેશ વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી. ડિજીટલ દુષ્કર્મ એ પુરુષ જનનાંગ સિવાય શરીરના કોઈપણ ભાગનો ઉપયોગ કરીને બળજબરીથી સેક્સ કરવામાં આવે છે.
નરાધમે 6 વર્ષની બાળકી પર ડિજિટલ દુષ્કર્મ આચર્યુ, POCSO એક્ટ હેઠળ ગુનો નોંધાયો
આરોપી સામે ભારતીય દંડ સંહિતાની કલમ 376AB (Man held for digital rape in Ghaziabad )અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ (POCSO) એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
POCSO એક્ટ: અજય સામે ભારતીય દંડ સંહિતાની કલમ 376AB અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ (POCSO) એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, "છોકરી તેની મોટી બહેન અને ભાઈ સાથે તેમના ઘરે હતી જ્યારે તેની માતા કામ માટે બહાર ગઈ હતી. તેમનો પાડોશી અજય રાત્રે ત્યાં આવ્યો હતો અને કૃત્ય આચર્યું હતું."
ધરપકડ કરવામાં આવી:રવિવારે સવારે જ્યારે મહિલા ઘરે આવી ત્યારે બાળકોએ તેને ગળે લગાવી અને રડવા લાગ્યા હતા. તેની મોટી પુત્રીએ તેને આ ઘટના સંભળાવી હતી. પોલીસે જણાવ્યું હતું કે, "અજયની 30 અને 31 ઓક્ટોબરની મધ્યરાત્રિએ ધરપકડ કરવામાં આવી હતી જ્યારે તે કન્નૌજ જિલ્લામાં તેના વતન ગામ ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો."