ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઘરનો મોભી જ બન્યો ભક્ષક, ત્રણ દિકરીઓ, પત્ની અને માતાની હત્યા - man Five people killed family

ઉત્તરાખંડના રાણીપોખરીના નાગાઘર ગામમાં થયેલા હત્યાકાંડથી સમગ્ર વિસ્તાર શોકમાં જોવા મળી રહ્યો છે. જ્યાં મોભી દ્વારા પરિવારના 5 સભ્યોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. જેમાં તેમની 3 દિકરીઓ, પત્ની અને તેમની માતાનો સમાવેશ થાય છે. આ હત્યાકાંડ બાદ પોલીસ દ્વારા તેની ઘરપકડ કરવામાં આવી છે. man Five people killed family, murder case in uttarakhand, daughter wife and mother murder

Five people killed
Five people killed

By

Published : Aug 29, 2022, 10:36 AM IST

ડોઇવાલા, ઉત્તરાખંડ :રાણીપોખરીના નાગાઘર ગામમાં કરૂણ હત્યાકાંડને અંજામ આપવામાં આવ્યો (man Five people killed family) હતો. ઘરના જ એક વ્યક્તિ દ્વારા પરિવારના પાંચ સભ્યોની હત્યા કરી નાખવામાં આવી હતી. આ નિર્દય વ્યક્તિએ તેના ત્રણ બાળકો, પત્ની અને માતાની હત્યા કરી નાખી છે. જોકે હાલ, પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. હત્યારો કેટલો ક્રૂર હશે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, તેણે તેના ત્રણ માસૂમ બાળકોને પણ છોડ્યા ન હતા, તેને પણ મારી નાખવામાં આવ્યા હતા. સાત જન્મો સુધી સાથે રાખવાનું વચન આપીને જેને લગ્ન કરી જીવનસાથી બનાવી તેની જ હત્યા કરવામાં આવી હતી. આ ઉપરાંત, જન્મ આપનાર માતાની પણ હત્યા કરી હતી. murder case in uttarakhand

આ પણ વાંચો :છત્તીસગઢમાં 40 થી 50 લોકોએ ઘરમાં ઘુસીને યુવકની કરી હત્યા

એકસાથે પરિવારના પાંચ સભ્યોની હત્યાઃરાણીપોખરીના નાગાઘર ગામમાં એક સાથે પાંચ લોકોની હત્યાથી ખળભળાટ મચી ગયો છે. આ ઘટનાને કારણે ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. આ વ્યક્તિએ આટલી ઘૃણાસ્પદ હત્યા શા માટે કરી તે લોકો સમજી શક્યા ન હતા. હાલ, પોલીસ દ્વારા હત્યાના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. 5 લોકોની હત્યાના કારણે ઘર અને આંગણું લોહીથી ભરાયેલું જોવા મળી રહ્યું છે. જેને દ્રશ્ય જોતા જ ભલભલા કંપી ઉઠ્યા હતા. daughter wife and mother murder

આ પણ વાંચો :સોનાલી ફોગાટ હત્યા કેસમાં થયા ચોંકાવનારા ખૂલાસા

એક છોકરીનો જીવ બચ્યો :આ વ્યક્તિને ચાર બાળકો હતા. તેણે ત્રણ બાળકોની હત્યા કરી નાખી હતી. જે ઉપરાંત, એક બાળકીનો જીવ બચી ગયો હતો. આ છોકરી તેની માસી પાસે ગઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, પાંચ લોકોની હત્યા કરનારનું નામ મહેશ છે. મહેશ ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લાના અરરિયા વિસ્તારનો રહેવાસી છે. અત્યારે આ વ્યક્તિ રાણીપોખરીના શાંતિનગરમાં રહેતો હતો. રાણીપોખારીના એસઓ શિશુપાલ રાણાએ ઘટનાસ્થળેથી આરોપી મહેશની ધરપકડ કરી છે. મહેશ તિવારીએ તેના પરિવારના સભ્યો, જેમાં 9 વર્ષની પુત્રી અન્નપૂર્ણા, 11 વર્ષની સુવર્ણા, 15 વર્ષની અપર્ણાની હત્યા કરી હતી. પત્ની નીતુ 38 વર્ષની હતી. મહેશ તિવારીની માતા બીતલ દેવી 70 વર્ષની હતી. man Five people killed

ABOUT THE AUTHOR

...view details