કોલકાતા:પશ્ચિમ બંગાળના પૂર્વ મેદિનીપુર જિલ્લાના ચાંદીપુરમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા શુભેન્દુ અધિકારીના કાફલામાં કથિત રીતે સામેલ કાર તેની સાથે અથડાતાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. સ્થાનિક લોકોએ આ દાવો કર્યો હતો. જો કે પોલીસે હજી સુધી પુષ્ટિ કરી નથી કે આ વાહન નંદીગ્રામના સાંસદ અધિકારીના કાફલામાં સામેલ હતું કે નહીં. આ અકસ્માત ગુરુવારે મોડી રાત્રે થયો હતો જેના પગલે સ્થાનિકોએ એક કલાકથી વધુ સમય સુધી રસ્તો બ્લોક કરી દીધો હતો.
સ્થાનિક લોકોનો આક્ષેપ:સ્થાનિકોનો આક્ષેપ છે કે અકસ્માત બાદ પણ કાફલો રોકાયો ન હતો. જિલ્લાના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે મૃતક શેખ ઈસરાફિલ પેટ્રોલ પંપ પાસે નેશનલ હાઈવે (NH) પાર કરી રહ્યો હતો ત્યારે રાત્રે લગભગ 10.30 વાગ્યે એક કારે તેને ટક્કર મારી. તેને સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો. અધિકારીના જણાવ્યા મુજબ લોકો દાવો કરે છે કે આ કાર શુભેન્દુ અધિકારીના કાફલાનો ભાગ હતી પરંતુ અમે હજી સુધી આની પુષ્ટિ થઇ નથી.