કર્ણાટક: ગુરુવારે અલંદા નજીક એક દેવાથી ડૂબી ગયેલા વ્યક્તિ અને તેના બે બાળકોએ આત્મહત્યા કરી (A Man committed Suicide with two children) હતી. મૃતકોની ઓળખ સિદ્દારુડા મહામલ્લાપ્પા અક્કા (35), પુત્રી શ્રેયા (10) અને પુત્ર મનીષ (11) તરીકે થઈ છે, જેઓ આલેન્ડ શહેરના નેકારા કોલોનીના રહેવાસી છે. મહામલ્લાપ્પાની પત્નીની બગડતી તબિયતના કારણે પરિવારને દેવું થઈ ગયું (Suicide due to increased debt) હતું.
આ પણ વાંચો:પરિવારના પાંચ સભ્યોને જીવતા સળગાવી પોતે પણ આત્મહત્યા કરી લીધી
વ્યક્તિ અને તેના બે બાળકોએ આત્મહત્યા કરી:દંપતી કરિયાણાની દુકાન ધરાવતા હતા જ્યારે બંને બાળકો શહેરની નેતાજી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, મહામલ્લાપ્પા ગુરુવારે સ્કૂલ પછી પોતાના બાળકોને લેવા ગયા હતા અને રસ્તામાં તેઓ એક કૂવા પર રોકાયા હતા, તેમના બાળકોને કૂવામાં ધક્કો માર્યો હતો અને પછી તેમણે પણ કૂવામાં ઝંપલાવ્યું હતું. સ્થાનિક લોકોએ શુક્રવારે મનીષનો મૃતદેહ કૂવામાં તરતો જોઈ અને પોલીસને જાણ કરી હતી. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને કૂવા નજીકથી મૃતકનું બાઇક, મોબાઈલ અને શૂઝ કબજે કર્યા હતા. ફાયર બ્રિગેડ પણ ઘટનાસ્થળે દોડી ગયું હતું અને તેના બે બાળકોના મૃતદેહને બહાર કાઢ્યા હતા. પરંતુ મહામલ્લાપ્પાનો મૃતદેહ મળ્યો ન હતો. જોકે, મોટરનો ઉપયોગ કરીને કૂવો ખાલી કરાવ્યા બાદ શુક્રવારે સાંજે 5 વાગ્યાની આસપાસ તેમનો મૃતદેહ મળી આવ્યો હતો.
આ પણ વાંચો:ચેન્નાઈમાં યુવતીની કરાઇ હત્યા, યુવતીના મોતથી પિતાએ પણ કરી આત્મહત્યા