- મમતા દીનું આજે શહીદ દિવસ નિમિત્તે વર્ચુઅલી ભાષણ
- TMCનું લક્ષ્ય આગામી 2024 લોકસભાની ચૂંટણી
- અલગ-અલગ જગ્યાએ પ્રસારીત કરવામાં આવશે ભાષણ
કોલકત્તા: પશ્વિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2021ની જીત બાક 2024ની લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તૃણમૂલ કોંગ્રેસ સરકાર આજે શહીદ દિવસ (Martyr's Day) મનાવશે. પોતાના સોથી મોટા વાર્ષિક કાર્યક્રમ દરમિયાન મમતા બેનર્જી (Mamata Banerjee)નું ભાષણ અલગ-અલગ રાજ્યોમાં પ્રસારીત કરવામાં આવશે. આ ભાષણ બપોરના 2 વાગ્યે શરૂ થશે.
સતત બીજા વર્ષે વર્ચુઅલ કાર્યક્રમ
દર વર્ષે 21 જૂલાઈએ કોલકત્તામાં યોજાતી ઐતિહાસિક શહિદ રેલી આ વર્ષે પણ લોકોની ગેરહાજરીમાં થશે. પાર્ટી સતત બીજી વાર આ રેલીનુ વર્ચુઅલી આયોજન કરશે અને આ વર્ષે મમતા બેનર્જીનું ભાષણ પણ થશે જોકે આ વર્ષે કાર્યક્રમ કંઈક અલગ રીતે યોજાશે.
હવે 2024ની ચૂંટણી લક્ષ્ય
પશ્વિમ બંગાળમાં ચૂંટણીમાં પ્રંચડ જીત બાદ તૃણમૂલ કોંગ્રેસ 2024ની લોકસભાની ચૂંટણીને પોતાનું લક્ષ્ય બનાવ્યું છે. તૃણમૂલ કોંગ્રસના નેતૃત્વ 2024ની લોકસભા ચૂટંણીમાં પોતાના પક્ષને મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધ છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ચૂંટણી બાદ નવી કેન્દ્ર સરકારના ગઠનમાં TMC મહત્વપૂર્ણ ભાગ ભજવશે. તેથી આ વર્ષે શહીદ દિવસ કંઈક અલગ રીતે મનાવવામાં આવશે.
મમતા બેનર્જી કરશે સંબોધન
સોથી પહેલા મુખ્ય સમારોહનું સીધુ પ્રસારણ જેને મુખ્યપ્રધાન દ્વારા સંબોધીત કરવામાં આવશે. કોલકત્તા સિવાય દિલ્હીમાં વર્ચુઅલી પણ આ કાર્યક્રમને પ્રસારીત કરવામાં આવશે જેમાં શત્રુઘ્ન સિંન્હા અને વાઈકો જેવા અન્ય રાષ્ટ્રી નેતા પણ મુખ્ય કાર્યક્રમમાં સામેલ થશે. આશા છે કે મુખ્યપ્રધાન મમતા કોંગ્રેસની રાષ્ટ્રીય યોજનાઓ પર પ્રકાશ પાડશે.
આ પણ વાંચો : બંગાળ: ભાજપ કાર્યકરની માતાનું નિધન, અમિત શાહે TMC પર લગાવ્યો આક્ષેપ