- પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી (mamta benerjee) એ સોમવારે કેબિનેટની વિશેષ બેઠક બોલાવી
- વિશેષ કેબિનેટ બેઠક બોલાવવાનું કારણ હજી સ્પષ્ટ નથી થયું
- મુલાકાત દરમિયાન તે અનેક વિપક્ષી નેતાઓને પણ મળી શકે
કોલકાતા: દિલ્હી જવા રવાના પહેલા પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી (mamta benerjee) એ સોમવારે કેબિનેટની વિશેષ બેઠક બોલાવી છે. સરકારી સૂત્રોએ શનિવારે આ માહિતી આપી હતી. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વિશેષ કેબિનેટ બેઠક બોલાવવાનું કારણ હજી સ્પષ્ટ નથી થયું કારણ કે છેલ્લી બેઠક ગુરુવારે જ થઈ હતી.
કેબિનેટની બેઠક બાદ મુખ્યપ્રધાન દિલ્હી જવા રવાના થશે
એક અધિકારીએ કહ્યું કે, વિશેષ કેબિનેટની બેઠક બોલાવવા પાછળનું કારણ સ્પષ્ટ નથી. કોઈ ખાસ મુદ્દા પર ચર્ચા થઈ શકે છે. પ્રધાનોને બેઠક અંગે માહિતી આપવામાં આવી છે. કેબિનેટની બેઠક બાદ મુખ્યપ્રધાન દિલ્હી જવા રવાના થશે. જ્યારે રાજ્યના કેબિનેટ પ્રધાનો સાથે સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું હતું કે, અમારા જેવા પ્રધાનોને પણ કહેવામાં આવ્યું નથી કે આ પ્રકારની વિશેષ કેબિનેટ બેઠક કેમ બોલાવાઈ.