- નંદીગ્રામ બેઠક પરથી ભાજપના ઉમેદવારની જીત
- ભાજપના ઉમેદવાર શુભેન્દુ અધિકારીએ 1736 મતથી મમતાને હરાવી
- નંદીગ્રામ બેઠક છે પશ્વિમ બંગાળની સૌથી વધુ ચર્ચામાં રહેલી બેઠક
કોલકતાઃ પશ્ચિમ બંગાળની નંદીગ્રામ વિધાનસભા બેઠક પર મુખ્યપ્રધાન મમતા બેનર્જીનો પરાજય થયો છે. ભાજપના ઉમેદવાર શુભેન્દુ અધિકારીએ મમતા બેનર્જીને 1700થી વધુ મતોથી હરાવ્યા છે. મમતા બેનર્જીએ કહ્યું કે, તે નંદિગ્રામમાં ગરબડીને લઈ કોર્ટનો દરવાજો ખટખટાવશે.
TMCએ 200થી વધુ બેઠકો પર જીત મેળવી
ભાજપના નેતા શુભેન્દુ અધિકારીએ નંદીગ્રામ વિધાનસભા બેઠક પર મમતા બેનર્જીને 1736 મતોથી હરાવ્યાં છે. જોકે, મમતા બેનરજીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC) ને 292 બેઠકો પર યોજાયેલી પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી મળી છે. TMCએ 200થી વધુ બેઠકો પર જીત મેળવી છે. ઉલ્લેખનિય છે કે, નંદીગ્રામ વિધાનસભા બેઠક પર મમતા બેનર્જીની જીતનાં સમાચાર સામે આવ્યાં હતા. સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, મમતા બેનર્જીને 1200 મતથી જીત મળી છે. જો કે, ગડબડીના આરોપો વચ્ચે નંદીગ્રામમાં ફરી મતગણતરી કરવામાં આવી હતી. આ પછી મમતા બેનર્જીની હારની પુષ્ટિ થઈ હતી.
2016ની વિધાનસભાની ચૂંટણીમાં શુભેન્દુ અધિકારીએ મેળવી હતી જીત
2016ની પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીઓ પર નજર કરીએ તો અહીંથી શુભેન્દુ અધિકારીએ તૃણમૂલ કોંગ્રેસની ટિકિટ પર જીત મેળવી હતી. ચૂંટણી જીત્યા બાદ શુભેન્દુ અધિકારીને પશ્ચિમ બંગાળ સરકારમાં પરિવહન પ્રધાન બનાવવામાં આવ્યા હતા.