- વ્હિલચેર પર મમતા બેનર્જીએ કરી પદયાત્રા
- મમતા દક્ષિણ કલકત્તામાં રોડ શો કર્યો
- લોકોની પીડા મારી પીડા કરતા ક્યાંય વધારે છે - મમતા
કલકત્તા : પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધન મમતા બેનર્જી પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં સક્રિયપણે ભાગ લઇ રહ્યા છે. નંદિગ્રામમાં ઉમેદવારી નોંધાવ્યા બાદ ઘાયલ થયેલા મમતા બેનર્જી રવિવારે વ્હીલચેર પર કોલકાતાની ગાંધી મૂર્તિ પર પહોંચી હતી. મમતા બેનર્જી તૃણમૂલ કોંગ્રેસના રોડ શોમાં હજારા પહોંચી હતી. આ સમયગાળા દરમિયાન મમતાના ભત્રીજા અભિષેક બેનર્જી સહિત ઘણા TMC નેતાઓ પણ તેમની સાથે જોડાયા હતા. મમતાએ TMC કાર્યકરોને સંબોધન કરતા જણાવ્યું હતું કે, બંગાળની ચૂંટણીમાં રાજ રમત હશે.
ઘાયલ વાઘ વધુ ખતરનાક હોય છે
તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષ મમતા બેનર્જીએ નંદીગ્રામમાં ચૂંટણી પ્રચારમાં થયેલી ઈજાના સંદર્ભમાં જણાવ્યું હતું કે, મેં મારા જીવનમાં ઘણાં હુમલાઓનો સામનો કર્યો છે, પરંતુ ક્યારેય માથું નમાવ્યું નથી. આક્રમક દેખાતા મમતાએ જણાવ્યું હતું કે, ઘાયલ વાળ વધુ ખતરનાક બની જાય છે.
આ પણ વાચો -ઈજા બાદ મમતા એક્શન મોડમાં, આજે વ્હીલચેર પર કરશે પદયાત્રા, TMCનું જાહેરનામું મુલતવી
કાયરતાની સામે આપણે ક્યારેય શિશ નહીં ઝુકાવએ
મમતાએ જણાવ્યું હતું કે, અમે અમારી પૂજનીય ભૂમિની રક્ષા માટેની લડતમાં ઘણું સહન કર્યું છે અને આગળ પણ સહન કરતા રહેશું, પરંતુ કાયરતાની સામે આપણે ક્યારેય શિશ નહીં ઝુકાવએ. હું આખા પશ્ચિમ બંગાળમાં વ્હિલચેર પર બેસીને અભિયાન ચલાવીશ.