- મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર પર લગાવ્યા અનેક આરોપ
- ભાજપ પર લગાવ્યો બદલાની રાજનીતિ કરવાનો આરોપ
- રાજકીય કારણોસર અભિષેકને નિશાન બનાવી રહી છે BJP: મમતા
- કોવેક્સિન અને કોવિશીલ્ડ લેનારાઓને અન્ય દેશમાં એન્ટ્રી ન મળવાના મુદ્દે ઊઠાવ્યો પ્રશ્ન
કોલકાતા: પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર પર મોટો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે, " કોવેક્સિનને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા હજુ સુધી માન્યતા મળી નથી. પરિણામે ઉદ્યોગપતિઓ અને વિદ્યાર્થીઓ સહિત ઘણા ભારતીયો વિદેશમાં જઈ શકતાં નથી. આવી સ્થિતિમાં કોવેક્સિનનો ડોઝ લેનારા વડાપ્રધાનને US પ્રવાસ કરવાની મંજૂરી આપવામાં આવી છે. વડાપ્રધાને દેશના લોકોને સ્પષ્ટતા કરવી જોઈએ." મમતા બેનર્જીએ એમ પણ કહ્યું કે, "કેટલાક દેશો કોવિશીલ્ડ ડોઝ લેતા ભારતીયોને પ્રવેશની મંજૂરી આપી રહ્યા નથી. નવી દિલ્હી આવા મુદ્દાઓ પર ચૂપ કેમ છે?"
રાજકીય કારણોસર અભિષેકને નિશાન બનાવવામાં આવી રહ્યા છે
આ ઉપરાંત ભવાનીપુર પેટાચૂંટણી માટે ચૂંટણી અભિયાન શરૂ કરનારા તૃણમૂલ કૉંગ્રેસ (TMC)ના સુપ્રીમોએ એ આરોપ લગાવ્યો કે ભગવા પાર્ટી રાજકીય કારણોસર પાર્ટીના મહાસચિવ અને તેમના ભત્રીજા અભિષેક બેનર્જીને નિશાન બનાવી રહી છે.
બેઠકમાં કોવેક્સિન મુદ્દે PM પર પ્રહાર
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બુધવારે ભવાનીપુર વિધાનસભા ક્ષેત્રના તેમના પક્ષના કાર્યકરોની બેઠકમાં, પેટાચૂંટણીની જાહેરાત થયા બાદ પ્રથમ વખત કોવેક્સિન મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા.
ભાજપ વિધાનસભા ચૂંટણીમાં બીજા રાજ્યોથી ગુંડા લઇને આવ્યું: મમતા