- 2024ની લોકસભાની ચૂંટણી 'મોદી વિરુદ્ધ દેશ' થશે
- કોરોનામાં પ્રિયજનો ગુમાવ્યા છે તેઓ માફ નહીં કરે
- સરકાર માટે GDP એટલે ગેસ, ડીઝલ, પેટ્રોલ
નવી દિલ્હી: મુખ્યપ્રધાન મમતા બેનર્જી(Mamata Banerjee)એ કહ્યું હતું કે, હું રાજકીય જ્યોતિષી નથી. જો કે, તેમણે એમ પણ કહ્યું કે, 2024ની લોકસભાની ચૂંટણી 'મોદી વિરુદ્ધ દેશ' (Modi vs Country) હશે. નરેન્દ્ર મોદી 2019માં લોકપ્રિય હતા. કોરોના મહામારીના સંદર્ભમાં મમતાએ કહ્યું હતું કે, આજે તેમણે મૃતદેહોનો રેકોર્ડ રાખ્યો નથી, અંતિમ સંસ્કારોને નકારવામાં આવ્યા હતા અને મૃતદેહોને ગંગા નદીમાં ફેંકી દેવામાં આવ્યા હતા. જેણે તેમના પ્રિયજનો ગુમાવ્યા છે તેઓ ભૂલશે નહીં અને માફ કરશે નહીં.
આ પણ વાંચો:વિપક્ષી એકતા માટેની મમતાની કવાયત પહેલા કોંગ્રેસના સાંસદે છેડ્યો સોનિયા રાગ
મારો ફોન પહેલાથી ટેપ થઈ ચૂક્યો છે : મમતા
પેગાસસ જાસૂસી કેસ(Mamata Pegasus Snooping) અંગે મમતાએ કહ્યું, 'મારો ફોન પહેલાથી ટેપ થઈ ચૂક્યો છે. જો અભિષેકનો (મુખર્જી) ફોન ટેપ થઈ જાય, અને હું તેની સાથે વાત કરું છું, તો પછી મારો ફોન આપોઆપ ટેપ થઈ જશે. પેગાસસે દરેકના જીવનને જોખમમાં મૂક્યું છે.