- મમતા બેનર્જીએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી
- બંગાળ સાથે જોડાયેલા મુદ્દાઓ પર વડાપ્રધાન મોદી સાથે વાત કરી
- અમ્ફાન ચક્રવાતથી થયેલા નુકસાનની માટે કેન્દ્ર તરફથી આર્થિક મદદ અંગે પણચર્ચા
નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના (West Bengal)મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ(CM Mamata Banerjee Delhi Visit) વડાપ્રધાન મોદી સાથે મુલાકાત (Mamata PM Modi Meeting)કરી.વડાપ્રધાન સાથેની મુલાકાત દરમિયાન મમતાએ BSFના (Mamata BSF Jurisdiction)કાર્યક્ષેત્રમાં વિસ્તરણનો મુદ્દો ઉઠાવ્યો હતો. મમતા બેનર્જીએ પત્રકારોને જણાવ્યું કે તેમણે વડાપ્રધાને કહ્યું છે કે BSF અંગે લેવાયેલ નિર્ણય સંઘીય માળખા સાથે સંબંધિત છે. તેથી આ નિર્ણય પાછો ખેંચવો જોઈએ.
કેન્દ્ર તરફથી આર્થિક મદદ અંગે પણ ચર્ચા થઈ હતી
મમતા બેનર્જીએ (Mamata Banerjee)કહ્યું કે તેમણે પશ્ચિમ બંગાળ (West Bengal)સાથે જોડાયેલા ઘણા મુદ્દાઓ પર વડાપ્રધાન મોદી સાથે વાત કરી. તેમણે કહ્યું કે અમ્ફાન ચક્રવાતથી થયેલા નુકસાનની ભરપાઈ માટે કેન્દ્ર તરફથી આર્થિક મદદ અંગે પણ ચર્ચા થઈ હતી. મમતાએ કહ્યું કે કેન્દ્ર તરફથી પશ્ચિમ બંગાળને લગભગ 96,655 કરોડ રૂપિયા આપવાના છે, પરંતુ તેણે વડાપ્રધાન પાસેથી વધારાના પૈસાની મદદ માંગી છે. વડાપ્રધાને આના પર ધ્યાન આપવાની ખાતરી આપી છે.
BSF સરહદોની સુરક્ષા માટે સંપૂર્ણપણે સ્વતંત્ર
BSFના અધિકારક્ષેત્રના મુદ્દે મમતાએ કહ્યું કે કાયદો અને વ્યવસ્થા રાજ્યનો વિષય છે, પરંતુ અધિકારક્ષેત્ર વધવાને કારણે સંઘર્ષ થવાની સંભાવના છે. મમતા બેનર્જીએ કહ્યું કે તેમણે વડાપ્રધાન મોદીને કહ્યું છે કે BSF સરહદોની સુરક્ષા માટે સંપૂર્ણપણે સ્વતંત્ર છે. આવી સ્થિતિમાં, સંઘીય માળખાને બિનજરૂરી રીતે ખલેલ પહોંચાડવી જોઈએ નહીં. તેમણે કહ્યું કેવડાપ્રધાને BSF સંબંધિત કાયદો પાછો ખેંચવા માટે કહેવામાં આવ્યું છે.
સરકાર BSFને મદદ કરવા તૈયાર છે