- મમતા બેનરજી ત્રીજી વખત બંગાળના મુખ્યપ્રધાન બન્યાં
- મમતા બેનરજીએ રાજભવનમાં મુખ્યપ્રધાન પદના શપથ લીધાં
- કોરોનાના કારણે શપથ સમારોહ સાદગીપૂર્ણ રીતે યોજાયો
કોલકાતાઃ તૃણમૂલ કોંગ્રેસે પશ્ચિમ બંગાળમાં ત્રીજી વખત સરકાર બનાવી છે. આ સાથે જ મમતા બેનરજી સતત ત્રીજી વખત રાજ્યના મુખ્યપ્રધાન બન્યાં છે. મમતા બેનરજીએ બુધવારે મુખ્યપ્રધાન તરીકે ત્રીજી વખત શપથ લીધાં હતાં. મમતા બેનરજી શપથ લેવા માટે રાજભવન પહોંચ્યા હતા. અહીં કોરોનાના કારણે સાદગીપૂર્ણ રીતે સમગ્ર સમારોહ યોજાયો હતો.
આ પણ વાંચોઃપટનામાં નીતિશ કુમાર કેબિનેટનું બીજીવાર વિસ્તરણ, 17 પ્રધાનોએ કર્યા શપથ ગ્રહણ
અમુક નેતાઓને જ શપથ સમારોહનું આમંત્રણ મોકલાયું હતું
આપને જણાવી દઈએ કે, પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યપ્રધાન બુદ્ધદેવ ભટ્ટાચાર્ય, વિધાનસભાના વિપક્ષના નેતા અબ્દુલ મન્નાન અને માકપાના વરિષ્ઠ નેતા બિમાન બોસને આ શપથ કાર્યક્રમનું આમંત્રણ મોકલવામાં આવ્યું હતું.