ગુજરાત

gujarat

ETV Bharat / bharat

નંદીગ્રામમાં ઈજાગ્રસ્ત થયા મમતા, રાજ્યપાલે કોલકાતાની હોસ્પિટલમાં લીધી મુલાકાત - જગદીપ ધનકર

પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી ચૂંટણી પ્રચાર દરમિયાન ઘાયલ થયા છે અને કલકત્તાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમણે આરોપ લગાવ્યો છે કે, તેમના પર હુમલો કરવામાં આવ્યો છે. આ અંગે પશ્ચિમ બંગાળ ભાજપના પ્રભારી કૈલાસ વિજયવર્ગીયાએ કહ્યું કે, આ મામલે CBI તપાસ થવી જોઇએ.

મમતા બેનર્જી
મમતા બેનર્જી

By

Published : Mar 11, 2021, 7:38 AM IST

  • ચૂંટણી પ્રચારમાં CM મમતા પર હુમલો
  • રાજ્યપાલ જગદીપ ધનકરે લીધી મમતાની મુલાકાત
  • હોસ્પિટલની બહાર સમર્થકોનો આક્રોશ

નંદિગ્રામ: ચૂંટણી પ્રચાર દરમિયાન મમતા બેનર્જી ઘાયલ થયા હતા. તેમણે હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે. મમતાને ઈજા પહોંચ્યા બાદ તૃણમૂલ કોંગ્રેસે કહ્યું છે કે તે પક્ષ ચૂંટણી પંચને ફરિયાદ કરશે. મમતા બેનર્જીને કલકત્તાની SSKM હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને ચૂંટણી પંચે આ મામલે રિપોર્ટ માંગ્યો છે. રાજ્યપાલ મમતા બેનર્જીને મળ્યા અને તેમની સ્થિતિ વિષેની માહિતી મેળવી. જો કે, હોસ્પિટલની બહાર હાજર તૃણમૂલ કોંગ્રેસના સમર્થકોએ 'ગવર્નર ગો બેક'ના નારા લગાવ્યા હતા.

મમતાના સમર્થકોએ 'ગવર્નર ગો બેક'ના નારા સાથે કર્યો વિરોધ

ક્રોધિત તૃણમૂલ સમર્થકોએ તેમના હાથમાં પ્લેકાર્ડ લઈને રાજ્યપાલ સામે વિરોધ નોંધાવ્યો. મળતી માહિતી મુજબ રાજ્યપાલ સાથે અભદ્ર વર્તન કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે. કેટલાક બદમાશોએ હોસ્પિટલ પરિસરમાં રાજ્યપાલ પર ચપ્પલ પણ ફેંક્યા હતા.

આ પણ વાંચો:LPGના વધતા ભાવોના વિરોધમાં આજે મમતાની સિલિગુડીમાં પદયાત્રા

સહાનુભૂતિ મેળવવાના પ્રયાસો કરવાનો મમતા પર આરોપ

મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી અને તૃણમૂલના વરિષ્ઠ નેતા ફિરહદ હકીમ પણ મમતા બેનર્જીને હોસ્પિટલમાં મળ્યા હોવાનું જાણવા મળ્યું છે. મમતા પોતાની કાર નજીક જઈ રહ્યા હતા તે જ સમયે કેટલાક લોકોએ તેમને ધક્કો માર્યો હતો. પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ અર્જુનસિંહે કહ્યું કે, મમતાને સહાનુભૂતિ મળે તે માટે તે આવી હરકતો કરી રહી છે. પશ્ચિમ બંગાળના કાયદા વ્યવસ્થા અંગે સવાલ પુછતા તેમણે કહ્યું હતું કે, આ પ્રશ્ન મમતાને પૂછવો જોઈએ. જો રાજ્યનો કાયદો અને વ્યવસ્થા યોગ્ય ન હોય તો તેમણે રાજીનામું આપવું જોઇએ. આ અગાઉ, પશ્ચિમ બંગાળ ભાજપના ઉપપ્રમુખ, ભાજપ મહામંત્રી અને પશ્ચિમ બંગાળના પ્રભારી કૈલાસ વિજયવર્ગીયાએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, આ એક સહાનુભૂતિ મેળવવા માટેનો પ્રયાસ છે. તેમણે કહ્યું કે, જે તે પ્રદેશના મુખ્ય પ્રધાન પર હુમલો થવો એ કલ્પનાની બહાર છે.

આ પણ વાંચો:મમતા બેનર્જીની મોપેડ સવારી, પેટ્રોલ-ડીઝલના ભાવવધારાને લઇ પશ્ચિમ બંગાળના CMનો અનોખો વિરોધ

ABOUT THE AUTHOR

...view details