નવી દિલ્હી:ગુરુવારે RSSના વડા મોહન ભાગવતસાથે (Mohab Bhagwat New Delhi Visit) મુલાકાત કર્યા પછી, અખિલ ભારતીય ઇમામ સંગઠનના વડા ઇમામ ઉમૈર અહેમદ ઇલ્યાસીએ એક મોટું નિવેદન આપી દીધુ છે. જેની જોરશોરથી ચર્ચા થઈ રહી છે. તેમણે મોહન ભાગવતને 'રાષ્ટ્રપિતા' અને 'રાષ્ટ્ર ઋષિ' કહ્યા છે. આ બેઠક ઓલ ઈન્ડિયા ઈમામ ઓર્ગેનાઈઝેશનના વડા મૌલાના ઉમર ઈલ્યાસીના અંગત (All India Imam Organization chief) આમંત્રણ પર થઈ હતી. આ પ્રસંગે મોહન ભાગવતે લગભગ દોઢ કલાક મસ્જિદમાં પસાર કર્યા હતા. ત્યારબાદ તેઓ મસ્જિદથી મદરેસા તાજવીદ-ઉલ-કુરાન ગયા, જ્યાં તેમણે બાળકોને શિક્ષણ વિશે વાત કરી. આ ઉપરાંત તેમણે બાળકોને રાષ્ટ્ર ઉપયોગી શિક્ષણ આપ્યું હતું.
કહીં પે નિગાહે કહી પે નિશાના:આ બેઠક બાદ ઉમૈર અહેમદ ઇલ્યાસીએ મોહન ભાગવતને રાષ્ટ્રપિતાનું બિરુદ આપ્યું. ETV Bharat સાથેની એક ખાસ મુલાકાતમાં તેમણે જણાવ્યું હતું કે, હા, આ સમયે મોહન ભાગવતને રાષ્ટ્રપિતા કહેવામાં ખોટું નથી. તેઓ સંઘ પ્રચારક તરીકે રાષ્ટ્રને સમર્પિત જીવન જીવે છે. હકીકત એ પણ છે કે, મહાત્મા ગાંધીને રાષ્ટ્રપિતા તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ મૌલાના ઉમર ઇલ્યાસીના આ નિવેદનથી નવી ચર્ચા શરૂ થઈ છે. ETV ભારતના સંવાદદાતાએ મૌલાના ઉમર ઇલ્યાસીને ઘણા પ્રશ્નો પૂછ્યા. જેમાં કેટલાક પ્રશ્નોના જવાબ આપતી વખતે તેમના ચહેરા પર અનાદર સ્પષ્ટ દેખાતો હતો. પ્રશ્ન પૂછવા પર, તેણે ઓકે કહીને ઇન્ટરવ્યુ સમાપ્ત કરી દીધો હતો.