નવી દિલ્હી:મલ્લિકાર્જુન ખડગે ચાલુ શિયાળુ સત્ર (Winter Session 2022) માટે વ્યૂહરચના ઘડવા બુધવારે તમામ વિપક્ષી પાર્ટીઓના ફ્લોર લીડર્સ સાથે બેઠક (Mallikarjun will hold a meeting with floor leaders) કરશે. આ બેઠકમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચેના તાજેતરના સંઘર્ષ બાદ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ દ્વારા મંગળવારે આપવામાં આવેલા જવાબ પર પણ ચર્ચા કરવામાં આવશે. ગયા અઠવાડિયે વાસ્તવિક નિયંત્રણ રેખા (Line of Actual Control) પર ભારતીય અને ચીનના સૈનિકો વચ્ચેની તાજેતરની અથડામણ બાદ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે મંગળવારે અરુણાચલમાં ભારત-ચીન LAC સંઘર્ષ (India-China LAC conflict in Arunachal on Tuesday) પર સંસદને સંબોધિત કર્યું.
શિયાળુ સત્ર 2022: મલ્લિકાર્જુન ખડગે આજે ફ્લોર લીડર્સ સાથે બેઠક કરશે - Winter Session 2022
ગયા અઠવાડિયે વાસ્તવિક નિયંત્રણ રેખા (Line of Actual Control) પર ભારતીય અને ચીનના સૈનિકો વચ્ચેની તાજેતરની અથડામણ બાદ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે મંગળવારે અરુણાચલમાં ભારત-ચીન LAC સંઘર્ષ પર સંસદને સંબોધિત (Rajnath Singh addressed the Parliament) કર્યું. ( (Winter Session 2022)
અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી: શિયાળુ સત્રની (Winter Session 2022) શરૂઆત પહેલાં, સંરક્ષણ પ્રધાને સુરક્ષા સ્થિતિ પર ચર્ચા કરવા માટે ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ, આર્મી ચીફ જનરલ મનોજ પાંડે અને અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી (Held a high level meeting with officials) હતી. AAP, કોંગ્રેસ અને RJD સહિત અનેક વિપક્ષી નેતાઓએ આ મુદ્દે ચર્ચા કરવા માટે બંને ગૃહોમાં સ્થગિત કરવાની નોટિસ આપી હતી. સરકારે કહ્યું કે, અરૂણાચલ પ્રદેશના તવાંગમાં LAC પાસે અથડામણ થઈ. 7 ડિસેમ્બરે શરૂ થયેલું શિયાળુ સત્ર કુલ 17 કામકાજના દિવસો સાથે 29 ડિસેમ્બર સુધી ચાલશે. આ સત્રમાં કેન્દ્રના એજન્ડામાં 16 નવા બિલ છે.