નવી દિલ્હીઃ મલ્લિકાર્જુન ખડગેએ ઔપચારિક રીતે કોંગ્રેસ અધ્યક્ષતરીકેનો કાર્યભાર સંભાળી લીધો છે. (Mallikarjun Kharge Congress President )આ પ્રસંગે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. પાર્ટીના સેન્ટ્રલ ઇલેક્શન ઓથોરિટીના વડા મધુસૂદન મિસ્ત્રીએ ખડગેને ચૂંટણી પ્રમાણપત્ર આપ્યું હતું. આ પ્રસંગે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલ, કેન્દ્રીય ચૂંટણી સત્તામંડળના સભ્યો રાજેશ મિશ્રા, (mallikarjun kharge take charge )અરવિંદર સિંહ લવલી અને જ્યોતિ મણિ પણ મંચ પર હાજર હતા.
પદાધિકારીઓ કાર્યક્રમમાં હાજર રહ્યા:આ ઉપરાંત કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ, કોંગ્રેસ કાર્યકારી સમિતિના સભ્યો, પ્રદેશ કોંગ્રેસ સમિતિઓના પ્રમુખ અને અન્ય ઘણા પક્ષના પદાધિકારીઓ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. પદ સંભાળતા પહેલા ખડગેએ રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી.