ગુજરાત

gujarat

ETV Bharat / bharat

MS Swaminathan Passed Away : મલ્લિકાર્જુન ખડગેએ કૃષિ વૈજ્ઞાનિક એમ.એસ. સ્વામીનાથનના નિધન પર શોક વ્યક્ત કર્યો

છત્તીસગઢના બાલોડાબજારમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ખેડૂતો સાથે સંમેલનમાં કૃષિ વૈજ્ઞાનિક એમ.એસ. સ્વામીનાથનના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, સ્વામીનાથન ભારતમાં હરિત ક્રાંતિના પિતા છે. આ તકે સંમેલનમાં ઉપસ્થિત લોકોએ બે મિનિટ મૌન પાળીને એમ.એસ. સ્વામીનાથનને શ્રદ્ધાંજલિ આપી હતી.

MS Swaminathan Passed Away
MS Swaminathan Passed Away

By ETV Bharat Gujarati Team

Published : Sep 28, 2023, 6:01 PM IST

છત્તીસગઢ : મલ્લિકાર્જુન ખડગેએ હરિયાળી ક્રાંતિના પિતા તરીકે ઓળખાતા મહાન કૃષિ વૈજ્ઞાનિક એમ.એસ. સ્વામીનાથનના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. છત્તીસગઢના બાલોડાબજારમાં યોજાયેલ ખેડૂતો સાથેના સંમેલનમાં મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, હું ખૂબ જ દુઃખી છું. સીનિયર કૃષિમાં સંશોધન કરીને હરિયાળી ક્રાંતિ લાવનાર એમ.એસ. સ્વામીનાથનને ઈન્દિરા ગાંધી સાથે ઘણું કામ કર્યું હતું.

એમએસ સ્વામીનાથનને શ્રદ્ધાંજલિ : મલ્લિકાર્જુન ખડગેએ વધુમાં કહ્યું કે, જ્યારે હું કૃષિ યુનિવર્સિટીનો સભ્ય હતો ત્યારે મારી ઉંમર 26 વર્ષની હતી. મને કૃષિ યુનિવર્સિટીનો સભ્ય બનાવવામાં આવ્યો હતો. જેના કારણે મને સમગ્ર ભારતમાં સંશોધન કેન્દ્રોની મુલાકાત લેવાનો અવસર મળ્યો હતો. એમ.એસ. સ્વામીનાથન તે વખતે અમારા વડા હતા અને તેઓએ ખૂબ સારું કામ કર્યું હતું. તેઓ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત થયા. તેથી જ હું તેમને યાદ કરું છું.

ભારતમાં હરિત ક્રાંતિના પિતા :મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, એમ.એસ. સ્વામીનાથન ભારતમાં હરિત ક્રાંતિના પિતા છે. ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીએ તેમની પ્રશંસા કરી હતી. તેઓ રાજ્યસભાના સભ્ય પણ રહ્યા હતા. તેઓ ખૂબ સારા વ્યક્તિ હતા અને તેમણે દેશના ખેડૂતો માટે ઘણું યોગદાન આપ્યું છે. ત્યારબાદ બલોડાબજારમાં મલ્લિકાર્જુન ખડગેએ હાજર લોકો સાથે સભામાં બે મિનિટનું મૌન પાળીને એમ.એસ. સ્વામીનાથનને શ્રદ્ધાંજલિ આપી હતી.

એમએસ સ્વામીનાથન :કૃષિ વૈજ્ઞાનિક એમ.એસ. સ્વામીનાથન ભારતમાં હરિયાળી ક્રાંતિ માટે જાણીતા છે. સ્વામીનાથન દ્વારા કરવામાં આવેલ હરિત ક્રાંતિના કારણે ભારત દેશ અનાજના ક્ષેત્રમાં આત્મનિર્ભર બન્યો હતો. હરિયાળી ક્રાંતિના કારણે દેશમાં કૃષિ ક્ષેત્રે પ્રગતિ થઈ હતી.

  1. Agricultural Scientist Passed Away: દેશના દિગ્ગજ કૃષિ વૈજ્ઞાનિક એમ.એસ. સ્વામીનાથનનું 98 વર્ષની ઉંમરે અવસાન થયું
  2. Lata Mangeshkar Birth Anniversary: લતા મંગેશકરની 94મી જન્મજયંતિ પર પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહે શ્રદ્ધાંજલિ આપી

ABOUT THE AUTHOR

...view details