ગુજરાત

gujarat

ETV Bharat / bharat

PM Modi Maldives : માલદીવ સરકારની મુશ્કેલી વધી, ભારતે માલદીવ હાઈ કમિશનને સમન્સ પાઠવ્યું - માલદીવની ફ્લાઇટ્સ

માલદીવની મહિલા પ્રધાન મરિયમ શિયુનાએ પીએમ મોદી વિશે સોશિયલ મીડિયા પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. ત્યારબાદ આ વિવાદ સતત વધી રહ્યો છે. હાલમાં જ ભારત તરફથી માલદીવ હાઈ કમિશનને સમન્સ પાઠવવામાં આવ્યું છે. maldives high commissioner Ibrahim Shaheeb, Controversial comments on PM Modi, Mariyam Shiuna

PM Modi Maldives
PM Modi Maldives

By ETV Bharat Gujarati Team

Published : Jan 8, 2024, 12:46 PM IST

નવી દિલ્હી : PM મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી માલદીવ માટે મોંઘી પડી રહી છે. હાલમાં જ મળતી માહિતી અનુસાર ભારત સરકારે માલદીવના હાઈ કમિશનને સમન્સ પાઠવ્યું છે. થોડા સમય પહેલા જ માલદીવના હાઈ કમિશનર ઈબ્રાહિમ સાહિબ ભારતીય વિદેશ મંત્રાલય પહોંચ્યા હતા. ત્યારે ભારતીય ટ્રાવેલ એજન્સીઓએ પણ માલદીવની ફ્લાઇટ્સ રદ કરવાની જાહેરાત કરી છે.

વિવાદ વકર્યો : તમને જણાવી દઈએ કે માલદીવની એક મહિલા પ્રધાન મરિયમ શિયુનાએ પીએમ મોદી વિશે સોશિયલ મીડિયા પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. ત્યારબાદ વિવાદ સતત વધી રહ્યો છે. ભારતે આ મામલો માલદીવની મોહમ્મદ મુઈઝ્ઝુ સરકાર સમક્ષ ઉઠાવ્યો હતો. ત્યારબાદ માલેમાં ભારતીય હાઈ કમિશનરે આ ટિપ્પણી પર નારાજગી વ્યક્ત કરી હતી.

માલદીવ સરકારનો ખુલાસો : ભારતે આ મામલે વાંધો ઉઠાવ્યા બાદ માલદીવ સરકારે એક નિવેદન જાહેર કરતા કહ્યું કે, આ ટિપ્પણી સરકાર દ્વારા કરવામાં આવી નથી. આ એક મંત્રીનો અંગત અભિપ્રાય છે. માલદીવ સરકારને આ ટિપ્પણી સાથે કોઈ લેવાદેવા નથી. ગરમાગરમી ભર્યા મામલા બાદ માલદીવ સરકારે મંત્રી મરિયમ શિયુના સહિત ત્રણ મંત્રીઓને કેબિનેટમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા.

શું છે વિવાદાસ્પદ કોમેન્ટનો મામલો ?ઉલ્લેખનીય છે કે, આ વિવાદ પીએમ મોદીના માલદીવ પ્રવાસ દરમિયાન શરૂ થયો હતો. પીએમ મોદીએ તેમના માલદીવ પ્રવાસની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતા ભારતવાસીઓને કહ્યું કે આ જગ્યા ખૂબ જ સુંદર છે. આ ટાપુની મુલાકાત લેવાનો પ્લાન બનાવો. જોકે બાદમાં માલદીવ સરકારના મંત્રી મરિયમ શિયુનાએ વિવાદાસ્પદ ટિપ્પણી કરતા વિવાદ શરૂ થયો હતો. આ મામલે ભારે હોહા થતા બાદમાં મંત્રીએ સોશિયલ મીડિયા પરથી પોતાની પોસ્ટ ડિલીટ કરી દીધી હતી.

  1. Maldives impact of boycott: માલદીવને લઈને ટૂર ઑપરેટરોએ કહ્યું, હવે દેખાશે બહિષ્કારની અસર
  2. PM Modi : માલદીવના મંત્રીએ પીએમ મોદી વિરુદ્ધ ટિપ્પણી કરી, જાણો શું છે સમગ્ર મામલો

ABOUT THE AUTHOR

...view details