કુઆલાલંપુર: બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુએ (Olympic Medalist PV Sindhu) ગુરુવારે થાઇલેન્ડની ફિતાયાપોર્ન ચેઇવાનને હરાવીને હારમાંથી પુનરાગમન કર્યું અને મહિલા સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. વર્લ્ડ નંબર 7 સિંધુએ 57 મિનિટ સુધી ચાલેલા બીજા રાઉન્ડના મુકાબલામાં થાઈલેન્ડની તેની હરીફને 19-21, 21-9 21-14થી હરાવી હતી.
આ પણ વાંચો:ભારતના પૂર્વ ક્રિકેટર BCAની રણજી ટીમના મેન્ટોર બન્યા
પીવી સિંધુ ચીની તાઈપેઈની તાઈ ત્ઝુ યિંગ સામે ટકરાશે : સાતમી ક્રમાંકિત ભારતીય આગામી રાઉન્ડમાં કટ્ટર હરીફ ચીની તાઈપેઈની તાઈ ત્ઝુ યિંગ સામે ટકરાશે. વર્લ્ડ નંબર 21 એચએસ પ્રણોયે પણ મેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી છે. તેણે ચોથી ક્રમાંકિત ચાઈનીઝ તાઈપેઈના ચાઉ ટિએન ચેનને 21-15, 21-7થી હરાવ્યો હતો. થોમસ કપમાં ભારતના ઐતિહાસિક ટાઈટલ જીતના હીરો પૈકીના એક બિનક્રમાંકિત પ્રણોયનો આગળનો મુકાબલો ઈન્ડોનેશિયાના સાતમા ક્રમાંકિત જોનાથન ક્રિસ્ટી સાથે થશે.
આ પણ વાંચો:Wimbledon 2022: ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સ 1લી જ મેચમાં હાર સાથે બહાર થઈ ગઈ