ગુજરાત

gujarat

Road Accident in Jodhpur : જોધપુરમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 6 લોકોના થયા મોત

By

Published : Apr 15, 2022, 8:19 AM IST

Updated : Apr 15, 2022, 11:24 AM IST

જોધપુરમાં ગુરુવારે મોડી રાત્રે એક માર્ગ અકસ્માતમાં(Road Accident in Jodhpur) એક જ પરિવારના 6 લોકોના મોત થયા(6 members of same family died in Jodhpur) હતા. આ અકસ્માતમાં ત્રણ લોકો ઘાયલ થયા હતા, જેમની મથુરાદાસ માથુર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ચુરુનો રહેવાસી પરિવાર નાગણા કુલ દેવીના દર્શન માટે જઈ રહ્યો હતો.

Road Accident in Jodhpur
Road Accident in Jodhpur

જોધપુર: ગુરુવારે મોડી રાત્રે જોધપુર-જયપુર નેશનલ હાઈવે પર એક રોડ અકસ્માતમાં(Major Road Accident in Jodhpur) એક જ પરિવારના છ લોકોના મોત થયા(6 members of same family died) છે. ત્રણ લોકો ઘાયલ થયા હોવાની માહિતી પણ સામે આવી છે. ઘાયલોને મથુરાદાસ માથુર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટર હિમાંશુ ગુપ્તા પણ તેમની સારવારની વ્યવસ્થા જોવા એમડીએમ હોસ્પિટલ પહોંચ્યા હતા. ચુરુનો રહેવાસી પરિવાર નાગણા કુલ દેવીના દર્શન માટે જઈ રહ્યો હતો.

આ પણ વાંચો - Encounter in Shopia : શોપિયાંમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, ચાર આતંકવાદીઓને કર્યા ઠાર

6 લોકો મોતને ભેટ્યા - પોલીસના જણાવ્યા અનુસાર, બિલાડા નજીક જુર્લી ફાંટા પાસે રાત્રે પોણા એક વાગ્યાના આસપાસ ટ્રક અને બોલેરોનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બોલેરોમાં સવાર 6 લોકોના મોત થયા હતા. અકસમાતની માહિતી મળતાં જ બિલાડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે બિલાડા મોર્ચ્યુરીમાં મોકલવામાં આવ્યા છે.

આ પણ વાંચો - Deadly attack on former MLA : નૈનીતાલમાં પૂર્વ ધારાસભ્ય સંજીવ આર્ય પર જીવલેણ હુમલો

ટ્રક સાથે થઇ અથડામણ - પોલીસે જણાવ્યું કે રાતે લગભગ 1:00 વાગ્યે જયપુર તરફથી આવતી બોલેરો ટ્રકની પાછળ ઘૂસી ગઇ હતી. આ અકસ્માતમાં ચુરુના રહેવાસી વિજય સિંહ, ઉદય પ્રતાપ સિંહ, મંજુ કંવર, પ્રવીણ સિંહ, દર્પણ સિંહ અને મધુકંવરના મોત થયા હતા. જેમાંથી 3 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે 3 બિલાડા હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા હતા. અકસ્માતમાં ઘાયલ સંજુ કંવર અને પવન સિંહને જોધપુર રેફર કરવામાં આવ્યા છે, જ્યારે ચૈન સિંહની બિલાડા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

Last Updated : Apr 15, 2022, 11:24 AM IST

ABOUT THE AUTHOR

...view details