- સૈન્યના ઉત્તરીય કમાન્ડ હેડક્વાર્ટરમાંથી ચોરી થઈ લશ્કરી માહિતી
- લેફ્ટનન્ટ જનરલ રેન્કના એક અધિકારી સમગ્ર કેસની તપાસ કરી રહ્યા છે
- ઉધમપુરના મહત્વપૂર્ણ ઉત્તરીય કમાન્ડના હેડક્વાર્ટરમાં સુરક્ષાનું ઉલ્લંઘન
નવી દિલ્હી: ઉધમપુરમાં મહત્વપુર્ણ ઉત્તરીય કમાન્ડના હેડક્વાર્ટરમાં સુરક્ષાનું ઉલ્લંઘન થયું છે. જેમાં જાસૂસી સાથે સૈન્ય ડેટાબેઝમાંથી માહિતી ચોરી થવાની સંભાવના છે. લેફ્ટનન્ટ જનરલ રેન્કના એક અધિકારી આ કેસની તપાસ કરી રહ્યા છે કે, ચોરી કરેલી માહિતીની હદ અને મહત્વ શું છે.
સૈન્યના ઉત્તરીય કમાન્ડ હેડક્વાર્ટરમાંથી ચોરી થઈ લશ્કરી માહિતી
આ કેસમાં પંજાબ સ્થિત પાયદળની બટાલિયનનો એક સૈનિક સામેલ છે, જેને થોડા સમય પહેલા પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ઇન્ટર સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI) દ્વારા ભરતી કરવામાં આવ્યો હતો. હવે તેની ધરપકડ કરવામાં આવી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, તે પાકિસ્તાન સ્થિત હેન્ડલરને સોંપતા પહેલા તે દસ્તાવેજ પેન ડ્રાઇવમાં સુરક્ષિત કરતો હતો. સમજી શકાય છે કે, આ ઉધમપુર બેઝમાંથી આ ચોરી કરવામાં આવી હતી, જ્યારે તેની પાસે જમ્મુના નગરોટામાં સ્થિત 16 કોર્પ્સના હેડક્વાર્ટરની માહિતી છે. તે જમ્મુ-કાશ્મીરના કેન્દ્ર શાસિત ક્ષેત્રમાં પીરપંજાલની દક્ષિણમાંના તમામ સૈન્ય કાર્યવાહી માટે જવાબદાર છે.