ગુજરાત

gujarat

ETV Bharat / bharat

લખીમપુર ખીરીમાં મોટો અકસ્માત: બોટ પલટી જતાં ઘાઘરામાં 10 લોકો ડૂબી ગયા, મુખ્યમંત્રીએ ધ્યાન આપ્યું

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (yogi adityanath), લખીમપુર ખીરી (Lakhimpur khiri)માં ઘાઘરા નદીમાં ડૂબી રહેલા લોકોના અકસ્માતની નોંધ લેતા, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને તાત્કાલિક સ્થળ પર પહોંચી બચાવ અને રાહત કામગીરી હાથ ધરવાનો નિર્દેશ આપ્યો છે.

MANY PEOPLE DROWN IN GHAGHRA RIVER AFTER BOAT OVERTURNED IN LAKHIMPUR KHERI
MANY PEOPLE DROWN IN GHAGHRA RIVER AFTER BOAT OVERTURNED IN LAKHIMPUR KHERI

By

Published : Oct 20, 2021, 3:02 PM IST

  • લખીમપુર ખીરીમાં મોટો અકસ્માત સર્જાયો
  • બોટ પલટી જતાં ઘાઘરામાં 10 લોકો ડૂબી ગયા
  • મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ધ્યાન આપ્યું

યુપીના લખીમપુર ખીરી (Lakhimpur khiri)માં બુધવારે સવારે ઘાઘરા નદીમાં એક બોટ પલટી ગઈ હતી. હોડીમાં સવાર 10 લોકો ઘાઘરા નદીમાં તણાય ગયા હતા. સીએમ યોગીએ આ બાબત ધ્યાને લેતા અધિકારીઓને રાહત કાર્ય હાથ ધરવાની સૂચના આપી છે.

આ પણ વાચો :લખીમપુર ખીરી હિંસા: પ્રધાનની ધરપકડની માગ સાથે ખેડૂતોનું 'રેલ રોકો' આંદોલન

8 થી 10 ગ્રામજનો તણાય ગયા

લખીમપુર ખીરી: જિલ્લામાં બુધવારે એક દર્દનાક અકસ્માત થયો હતો. 8 થી 10 ગ્રામજનો જેઓ નદી પાર કરીને લાકડા લાવવા ગયા હતા તેઓ બોટ પલટાયા બાદ ઘાઘરા નદીમાં ડૂબી ગયા હતા. હોડીમાં સવાર તમામ લોકો તણાય ગયા. ઘટનાસ્થળે બચાવ કામગીરી ચાલી રહી છે. આ ઘટના જિલ્લાના ધૌરાહરા તાલુકાના ઇસનગર પોલીસ સ્ટેશન વિસ્તારના મિરઝાપુર ગામની છે.

આ પણ વાચો :'ન્યાય પ્રક્રિયામાં રોડા નાંખી રહ્યું છે ભાજપ' - લખીમપુર હિંસા મામલે રાહુલ ગાંધીએ લગાવ્યો આરોપ

મુખ્યમંત્રીએ ધ્યાન આપ્યું

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (yogi adityanath), લખીમપુર ખીરીમાં ઘાઘરા નદીમાં ડૂબી રહેલા લોકોના અકસ્માતની નોંધ લેતા, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને તાત્કાલિક સ્થળ પર પહોંચી બચાવ અને રાહત કામગીરી હાથ ધરવાનો નિર્દેશ આપ્યો છે. મુખ્યમંત્રીએ કહ્યું કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમની મદદથી બચાવ અને રાહત કાર્ય ઝડપથી કરવું જોઈએ. તેમણે અધિકારીઓને સૂચના આપી છે કે અકસ્માતનો ભોગ બનેલા લોકોને શક્ય તમામ મદદ પૂરી પાડવામાં આવે. ગ્રામ પંચાયત મિરઝાપુરના આઠથી દસ લોકો બોટ દ્વારા સવારે નદી પાર કરી તેમના ખેતરો જોવા જઈ રહ્યા હતા. ગામના લોકોનું કહેવું છે કે ગામના 10 લોકો નદીમાં વહેતા લાકડાને ઉપાડવા માટે હોડીમાં ગયા હતા, ત્યારે અચાનક હોડી પલટી જવાના કારણે અકસ્માત સર્જાયો હતો. ઘટનાની માહિતી મળતાની સાથે જ જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. એક સ્ટીમર ઘટનાસ્થળે પહોંચી છે. બચાવ કાર્ય ચાલુ છે.

ABOUT THE AUTHOR

...view details