- પ્રખ્યાત ટ્રિપલ મર્ડર કેસનો રાજા એન્કાઉન્ટરમાં માર્યો ગયો
- અથડામણમાં પાંચ પોલીસકર્મી પણ ઇજાગ્રસ્ત
- આરોપી દિલીપ ગુજરાતના દાહોદ જિલ્લાના ખરેડી ડૂંગરી ગામનો રહેવાસી
રતલામઃ શહેરમાં એક અઠવાડિયા પહેલા થયેલા ટ્રિપલ મર્ડરનો રાજા દિલીપ દેવલને પોલીસ અથડામણમાં ઠાર મારવામાં આવ્યો છે. આરોપીએ પોલીસ પર ફાયરિંગ કર્યું હતું. જેમાં 2 સબ ઇન્સ્પેક્ટર અને ત્રણ પોલીસ સામેલ છે. ઇજાગ્રસ્ત એસઆઇનું નામ માણક ચોક પોલીસ સ્ટેશન પ્રભારી અયૂબ ખાન તેમજ અનુરાગ છે. ઇજાગ્રસ્ત પોલીસકર્મીઓને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા છે. પોલીસ અધિકરાીઓએ સાઇકો કિલરના માર્યા જવાની પુષ્ટિ કરી છે. આરોપી દિલીપ દાહોદ જિલ્લાના ખરેડી ડૂંગરી ગામનો રહેવાસી હતો.
ખાચરોદ રોડ પર લોકેશન મળ્યું હતું
બુધવારે પોલીસને ટ્રિપલ મર્ડર કેસનો ખુલાસો કર્યો હતો. આ મામલે ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવ્યા હતા, જ્યારે મુખ્ય આરોપી દિલીપ દેવળા ફરાર હતો. એસપી ગૌરવ તિવારીએ જણાવ્યું કે, ગુરૂવારે ખાચરોદ રોડ પર દિલીપનું લોકેશન પોલીસને મળ્યું હતું. જેના પર તેની ઘેરાબંધી કરવામાં આવી હતી. પોલીસને જોઇને દિલીપે ફાયરિંગ શરૂ કર્યું હતું, જે બાદ તેના વળતા જવાબમાં પોલીસે પણ ફાયરિંગ કર્યું હતું. એક ગોળી દિલીપને લાગી અને તે મરી ગયો હતો. દિલીપ પર આ હત્યાકાંડ પહેલા પણ અનેક ગુનાઓ દાખલ છે.
ઘટનાસ્થળે થયું મોત
પોલીસને સૂચના મળી હતી કે, દિલીપ ફોરલેન નજીક ખાચરોદ માર્ગ પાસેથી ક્યાંક જઇ રહ્યો હતો. સૂચના મળ્યા બાદ એસપી ગૌરવ તિવારીના નિર્દેશનમાં પોલીસદળે નાકાબંધી કરી હતી. દિલીપે પોલીસદળ પર ફાયરિંગ પણ કર્યું હતું. પોલીસે પણ જવાબી કાર્યવાહી કરી હતી. જેમાં દિલીપને ગોળી વાગતા નજીકની હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જ્યાં ડૉકટર્સે તેને મૃત જાહેર કર્યો હતો.