ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કેન્દ્રીય રાજ્ય પ્રધાન અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાના જામીન સુપ્રીમ કોર્ટે કર્યા રદ્દ - સુપ્રીમ કોર્ટે મિશ્રાના જામીન રદ કર્યા

ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં ખેડૂતો પર થયેલા હુમલાના મામલામાં (Lakhimpur Kheri violence case) કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાનના પુત્રએ આશિષ મિશ્રાએ આત્મસમર્પણ (Ashish Mishra surrendered) કર્યું હતુ. સુપ્રીમ કોર્ટે ગયા અઠવાડિયે હાઈકોર્ટ દ્વારા તેમને આપવામાં આવેલા જામીન રદ કરી દીધા હતા અને તેમને એક અઠવાડિયામાં આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો હતો. તેની સામે હત્યાનો કેસ પણ નોંધવામાં આવ્યો છે.

કેન્દ્રીય રાજ્ય પ્રધાન અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાના જામીન સુપ્રીમ કોર્ટે કર્યા રદ્દ
કેન્દ્રીય રાજ્ય પ્રધાન અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાના જામીન સુપ્રીમ કોર્ટે કર્યા રદ્દ

By

Published : Apr 24, 2022, 5:22 PM IST

લખનઉઃ લખીમપુર ખીરીમાં કથિત રીતે ખેડૂતોને કચડી નાખવાના મામલામાં (Lakhimpur Kheri violence ) હત્યાના આરોપી કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાનના પુત્ર આશિષ મિશ્રાએ આત્મસમર્પણ કર્યું છે. ગયા અઠવાડિયે જ સુપ્રીમ કોર્ટે મિશ્રાના જામીન રદ (Supreme Court cancels Mishra bail)કરી દીધા હતા. આશિષ મિશ્રા કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન અજય મિશ્રાના પુત્ર છે. આશિષ મિશ્રાને ફરીથી લખીમપુર ખીરી જેલમાં મોકલી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચો:lakhimpur case ashish mishra: આશિષ મિશ્રાના જામીન રદ્દ, એક સપ્તાહમાં સરેન્ડર કરવાનો સુપ્રીમનો આદેશ

ખેડૂત આંદોલન : ગયા વર્ષે ઓક્ટોબરમાં ખેડૂતોના આંદોલન દરમિયાન લખીમપુર ખીરીમાં ખેડૂતોને કચડી નાખવાની ઘટના બની હતી. જેમાં કેન્દ્રીય પ્રધાનના પુત્રને હત્યા સહિત અનેક ગંભીર કલમોમાં કેસ નોંધવાની સાથે જેલમાં મોકલવામાં આવ્યો હતો.

આ પણ વાંચો:Lakhimpur Kheri Violence Case: લખીમપુર હિંસા કેસમાં ચાર્જશીટ દાખલ, ગૃહ રાજ્યપ્રધાનનો પુત્ર આશિષ મુખ્ય આરોપી

સુપ્રીમ કોર્ટે આશિષના જામીન રદ કર્યા: 15 ફેબ્રુઆરીએ આશિષ મિશ્રા જેલમાંથી બહાર આવ્યો હતો. ખેડૂત પરિવારે 27 ફેબ્રુઆરીએ જામીનના આદેશને રદ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. 4 એપ્રિલે સુપ્રીમ કોર્ટે જામીનના આદેશ પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. ત્યારબાદ ચુકાદો સંભળાવતી વખતે સુપ્રીમ કોર્ટે આશિષના જામીન રદ કરતા હાઈકોર્ટના આદેશને પલટી નાખ્યો હતો. ટિકુનિયા હિંસા કેસમાં કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રા મોનુને જ જામીન મળ્યા છે. આ સિવાય આ કેસના અન્ય 12 આરોપીઓ હજુ પણ જેલમાં છે. આશિષના અન્ય એક સંબંધીને પણ જામીન મળી ગયા હતા. આ સિવાય અંકિત દાસ, સુમિત જયસ્વાલ સહિત 12 આરોપી લખીમપુર જિલ્લા જેલના સરીયા પાછળ છે.

ABOUT THE AUTHOR

...view details