રાંચી :ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન (Former Captain Mahendra Singh Dhoni) અને રાંચીના રાજકુમાર મહેન્દ્ર સિંહ ધોની આજે મોટી જાહેરાત (Dhoni Will Make Big Announcement Today) કરી શકે છે. આ વાત તેણે પોતાની ફેસબુક વોલ પર લખી છે. તેણે લખ્યું છે કે, તે રવિવારે બપોરે 2 વાગ્યે ફેસબુક લાઈવ દ્વારા ફેન્સ સાથે જોડાશે. તેણે લખ્યું છે કે, ચાહકો કેટલાક ખૂબ જ રોમાંચક સમાચાર સાથે જોડાશે. ધોનીની આ જાહેરાતને લઈને અનેક અટકળો ચાલી રહી છે.
ધોનીએ ઈન્સ્ટાગ્રામ પર ક્રિકેટમાંથી નિવૃત્તિની કરી હતી જાહેરાત :ધોની IPLમાંથી પણ નિવૃત્તિ લેશે કે કેમ, આ સવાલ તેના ચાહકોના મનમાં ઉઠવા લાગ્યો છે. આવા સવાલો ઉઠવા લાગ્યા છે કારણ કે, ધોનીએ તેની ફેસબુક વોલ પર લખ્યું છે કે, તે કેટલાક રોમાંચક સમાચાર લઈને તેના ચાહકો સાથે જોડાશે. મહેન્દ્ર સિંહ ધોનીએ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.