ગુજરાત

gujarat

ETV Bharat / bharat

શું હશે 'સુપ્રિમ' નિર્ણય, આજે શિવસેનાના 16 બળવાખોર ધારાસભ્યોના ભવિષ્યનો થશે ફેસલો - બળવાખોર શિવસેના ધારાસભ્ય સમાચાર

મહારાષ્ટ્રની નવી શિંદે સરકાર માટે આજનો દિવસ મહત્વનો છે.શિવસેનાના 16 બળવાખોર ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની માંગ પર સુપ્રીમ કોર્ટ આજે પોતાનો ચુકાદો (Supreme Court judgment) સંભળાવશે. આ મામલે ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) વતી અરજી દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ મહારાષ્ટ્ર સંબંધિત બાકીની અરજીઓ પર પણ સુનાવણી કરવામાં આવશે.

શું હશે 'સુપ્રિમ' નિર્ણય, આજે શિવસેનાના 16 બળવાખોર ધારાસભ્યોના ભવિષ્યનો થશે ફેસલો
શું હશે 'સુપ્રિમ' નિર્ણય, આજે શિવસેનાના 16 બળવાખોર ધારાસભ્યોના ભવિષ્યનો થશે ફેસલો

By

Published : Jul 11, 2022, 1:01 PM IST

મુંબઈઃશિવસેનાના ઉદ્ધવ કેમ્પે એવી માંગ ઉઠાવી હતી કે, સુપ્રીમ કોર્ટે (Supreme Court) આ 16 બળવાખોર ધારાસભ્યોને સસ્પેન્ડ કરવા જોઈએ, જેમની સામે ગેરલાયકાતની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તેમાં મહારાષ્ટ્રના નવા CM એકનાથ શિંદેનું નામ પણ સામેલ હતું. મહારાષ્ટ્રની નવી શિંદે સરકાર માટે આજનો દિવસ મહત્વનો છે. કારણ કે, મુખ્યપ્રધાન એકનાથ શિંદે અને તેમના જૂથ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટ આજે પોતાનો ચુકાદો સંભળાવશે. આ અરજી ઉદ્ધવ ઠાકરે વતી દાખલ કરવામાં આવી છે. અરજીમાં 16 બળવાખોર ધારાસભ્યો (MLAs)ને ગેરલાયક ઠેરવવાની માંગ કરવામાં આવી છે.

આ પણ વાંચો:ઈદ અલ અધાના તહેવાર પર જોવા મળ્યું સાંપ્રદાયિક સૌહાર્દનું ઉદાહરણ

કેબિનેટના વિસ્તરણમાં વિલંબ: આ સિવાય શિવસેનાના નેતા સુભાષ દેસાઈ (Shiv Sena leader Subhash Desai) દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર પણ એકનાથ શિંદેને સરકાર બનાવવા માટે આમંત્રણ આપવાના રાજ્યપાલના નિર્ણયને પડકારતી અરજીની સુનાવણી થવાની છે. સ્પીકરની ચૂંટણી અને વિશ્વાસ મતની પ્રક્રિયા પણ ખોટી હોવાનું કહેવાય છે. જો સુપ્રિમ કોર્ટ શિંદે જૂથ વિરુદ્ધ ચુકાદો આપે છે, તો રાજ્યમાં ફરી એક વખત રાજકીય ઘમાસાણ અટકી શકે છે. શિંદેએ CM અને દેવેન્દ્ર ફડણવીસે ડેપ્યુટી CM તરીકે શપથ લીધા છે, પરંતુ હજુ સુધી કેબિનેટનું વિસ્તરણ થયું નથી. એવું માનવામાં આવે છે કે, આ નિર્ણયને કારણે કેબિનેટના વિસ્તરણમાં વિલંબ થઈ રહ્યો છે.

આ પણ વાંચો:અષાઢી અગિયારસ નિમિતે આ મંદિરમાં ભાવિકોને 10 ટનની સાબુદાણાની ખિચડી અપાઈ

નોટિસની પ્રાપ્તિની પુષ્ટિ કરી: બીજી તરફ, મહારાષ્ટ્ર વિધાનસભા સચિવાલયે રાજ્યમાં શિવસેનાના કુલ 55માંથી 53 ધારાસભ્યોને કારણ બતાવોની નોટિસ પાઠવી છે. જેમાંથી 39 ધારાસભ્યો એકનાથ શિંદેના કેમ્પના છે અને 14 ધારાસભ્યો ઉદ્ધવ ઠાકરેના જૂથના છે. ઠાકરે કેમ્પના 14 ધારાસભ્યોમાંથી એક સંતોષ બાંગર 4 જુલાઈએ સરકારના ફ્લોર ટેસ્ટના દિવસે શિંદે કેમ્પમાં જોડાયા હતા. બંને પક્ષોના ધારાસભ્યોએ કારણ બતાવો નોટિસની પ્રાપ્તિની પુષ્ટિ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details