મુંબઈ: ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા અને સાંસદ સંજય રાઉતે દાવો કર્યો છે કે શિવસેના પક્ષનું નામ અને તેના ચૂંટણી ચિન્હ 'ધનુષ અને તીર'ને 'ખરીદવા' માટે અત્યાર સુધીમાં '2000 કરોડ રૂપિયાની ડીલ' કરવામાં આવી છે. જો કે, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળના કેમ્પમાંથી ધારાસભ્ય સદા સરવણકરે આ દાવાને નકારી કાઢ્યો અને પૂછ્યું કે શું સંજય રાઉત કેશિયર છે?
આ પણ વાંચો:Accused arrested After 32 years: મુંબઈ લૂંટ કેસમાં ફરાર આરોપીની 32 વર્ષ બાદ ધરપકડ
શિવસેના તરીકે માન્યતા આપી: રાઉતે ટ્વીટમાં દાવો કર્યો હતો કે, રૂપિયા 2,000 કરોડનો પ્રારંભિક આંકડો 100 ટકા સાચો છે. તેમણે પત્રકારોને એમ પણ કહ્યું કે, શાસક પક્ષના નજીકના સહયોગીએ તેમની સાથે આ માહિતી શેર કરી છે. રાજ્યસભાના સભ્ય સંજય રાઉતે કહ્યું કે, તેમના દાવાના સમર્થનમાં પુરાવા છે, જે તેઓ ટૂંક સમયમાં જાહેર કરશે. ચૂંટણી પંચે શુક્રવારે એકનાથ શિંદેની આગેવાની હેઠળના જૂથને વાસ્તવિક શિવસેના તરીકે માન્યતા આપી હતી અને તેને 'ધનુષ અને તીર' ચૂંટણી ચિન્હની ફાળવણી કરી હતી. ચૂંટણી પંચે વિધાનસભાની પેટાચૂંટણી પૂરી ન થાય ત્યાં સુધી ઠાકરે જૂથને 'જ્વલંત મશાલ' ચૂંટણી ચિન્હની ફાળવણી કરી હતી.
આ પણ વાંચો:Bhiwani Bolero murder case: રાજસ્થાન પોલીસ પર આરોપી શ્રીકાંતની ગર્ભવતી પત્નીને માર મારવાનો આરોપ, ગર્ભમાં જ બાળકનું મોત
અમિત શાહ પર વળતો પ્રહાર: રાઉતે રવિવારે કહ્યું કે, શિવસેનાનું નામ ખરીદવા માટે 2000 કરોડ રૂપિયા નાની રકમ નથી. તેમણે આરોપ લગાવ્યો કે ચૂંટણી પંચનો નિર્ણય સોદો છે. તેમણે કહ્યું, 'મારી પાસે વિશ્વસનીય માહિતી છે કે શિવસેનાનું નામ અને તેનું પ્રતીક મેળવવા માટે 2000 કરોડ રૂપિયાની ડીલ કરવામાં આવી છે, જે તે ટૂંક સમયમાં જાહેર કરશે. સંજય રાઉતે અમિત શાહ પર વળતો પ્રહાર કર્યો અને કહ્યું કે, મહારાષ્ટ્રે ક્યારેય અમિત શાહની વાતને ગંભીરતાથી લીધી નથી. જેઓ સત્ય ખરીદવાનું કામ કરે છે, તેઓ અસત્ય અને સત્યની શું વાત કરે છે. આ નક્કી કરવાનું કામ જનતાનું છે અને સમય આવશે ત્યારે તેઓ જ નક્કી કરશે. શિવસેના કોની હતી અને કોણ હશે તે મહારાષ્ટ્રની જનતા નક્કી કરશે.