નવી દિલ્હી: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવારને વધુ એક આંચકો લાગ્યો છે. નાગાલેન્ડમાં NCPના તમામ 7 ધારાસભ્યોએ પાર્ટીના અજિત પવાર જૂથને સમર્થનનો પત્ર મોકલ્યો છે. NCP નાગાલેન્ડના પ્રમુખ વાંથુન્ગો ઓડુઓએ પુષ્ટિ કરી છે કે ઉત્તર-પૂર્વ રાજ્યના તમામ સાત NCP ધારાસભ્યો મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારની તરફેણમાં છે. વાંથુન્ગો ઓડુઓએ કહ્યું કે તેમણે ગુરુવારે સવારે 'હાઈ કમાન્ડ'ને સમર્થનના તમામ કાગળો સોંપી દીધા છે.
રાજકીય સમીકરણો બદલાયા:આ મહિનાની શરૂઆતમાં NCPના અજિત પવાર અને NCPના 8 ધારાસભ્યોએ ભાજપ-શિવસેના સાથે હાથ મિલાવ્યા હતા. તેમના રાજકીય દાવપેચથી તેમના કાકા શરદ પવાર દ્વારા સ્થાપિત પક્ષને વિભાજીત કરવામાં આવ્યો અને 2024ની લોકસભા ચૂંટણી પહેલા મહારાષ્ટ્રમાં રાજકીય સમીકરણો બદલાઈ ગયા.
'રિયલ NCP' કોણ?: અજિત પવારે પ્રફુલ પટેલ, છગન ભુજબળ અને દિલીપ વાલસે પાટીલ જેવા NCP નેતાઓનું સમર્થન મેળવ્યું છે અને તેમના જૂથને 'રિયલ NCP' હોવાનો દાવો કર્યો છે. આ સાથે જ શરદ પવારે પણ ઘણા નેતાઓની હકાલપટ્ટી કરીને પોતાને પાર્ટીના વડા હોવાનો દાવો કર્યો છે. અજિત પવારનું પગલું ગયા વર્ષે એકનાથ શિંદેએ શિવસેનાને વિભાજિત કરીને અને ભાજપ સાથે હાથ મિલાવીને, ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહા વિકાસ અઘાડી સરકારને હટાવીને અને પોતાને માટે મુખ્ય પ્રધાન પદ સુરક્ષિત કર્યા સાથે સુસંગત છે.
- Parliament Monsoon Session: રાજ્યસભા 2.30 વાગ્યા સુધી સ્થગિત, મોનસુન સત્ર તોફાની
- Delhi News: મહિલા કુસ્તીબાજોના યૌન ઉત્પીડનના કેસમાં બ્રિજભૂષણ સિંહને જામીન મળ્યા
મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલ:તમને જણાવી દઈએ કે 2 જુલાઈનો દિવસ મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલ લાવ્યો હતો. અજિત પવાર તેમના કાકા શરદ પવાર સામે બળવો કરીને ભાજપમાં જોડાયા હતા. અજિત પવાર એનસીપીના આઠ ધારાસભ્યો સાથે ભાજપમાં જોડાયા હતા અને તેમને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા હતા. અજિત પવારના આ પગલા બાદ એનસીપી બે જૂથોમાં વહેંચાઈ ગઈ હતી. મહારાષ્ટ્રમાં મોટી ઉથલપાથલ બાદ અજિત પવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે એનસીપી પાર્ટીનું નામ અને ચૂંટણી ચિન્હ પણ તેમની પાસે જ રહેશે.
(ANI)