મુંબઈઃ મહારાષ્ટ્રમાં રાજકારણનો પારો (Maharashtra Political Crisis) સતત વધી રહ્યો છે. શિવસેનાના બળવાખોર ધારાસભ્યોની સંખ્યા વધી (Guvahati Shivsena MLA) રહી છે. જેના કારણે સીએમ ઉદ્ધવ ઠાકરે નબળા સાબિત થઈ રહ્યા છે. નવીનતમ માહિતી અનુસાર, બળવાખોર નેતા એકનાથ શિંદેએ મહારાષ્ટ્રના સીએમને ખુલ્લો પત્ર (Eknath shinde open letter) લખ્યો છે. આ પત્ર દ્વારા તેણે અનેક આરોપો લગાવ્યા છે.
બળવાખોર ધારાસભ્યોનો વીડિયો સામે આવ્યો: શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદે સાથે ગુવાહાટીમાં હાજર તમામ ધારાસભ્યોનો એક ગ્રુપ ફોટો અને વીડિયો સામે આવ્યો છે. આ તમામ ધારાસભ્યો સાથે બેસીને શિવસેના ઝિંદાબાદ, બાળાસાહેબ ઝિંદાબાદના નારા લગાવ્યા હતા.
બળવાખોર ધારાસભ્યોએ લખ્યો પત્રઃ શિવસેનાના બળવાખોર ધારાસભ્યો દ્વારા પત્ર જારી કરવામાં આવ્યો છે. એકનાથ શિંદેએ આ પત્રમાં અનેક આરોપોનો ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું કે, અમારી સાથે સતત પક્ષપાતી વલણ રાખવામાં આવ્યું હતું. તેમણે આગળ લખ્યું કે અમારી પાસે ઉદ્ધવ ઠાકરેની પહોંચ (Letter to uddhav thakeray) નહોતી. સાથે જ શિંદેએ કહ્યું કે, અમને પણ અયોધ્યા જતા અટકાવવામાં આવ્યા છે.
આ પણ વાંચો:Maharashtra Political Crisis: શિવસેનાના વધુ 4 ધારાસભ્યો ગુવાહાટી પહોંચ્યા