મુંબઈ (મહારાષ્ટ્ર):મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે ઉદ્ધવ સરકારના (Maharashtra Political Crisis)ભવિષ્યને લઈને સસ્પેન્સ સતત વધી રહ્યું છે. એવા સમાચાર છે કે આજે ઉદ્ધવ ઠાકરે મુખ્યપ્રધાન પદ પરથી રાજીનામું આપવાની ઓફર કરી શકે છે. સંજય રાઉતે કહ્યું કે વિધાનસભા ભંગ કરી શકાય છે. આ દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા કમલનાથે કહ્યું હતું કે, ઉદ્ધવ ઠાકરે કોરોના પોઝિટિવ થઈ ગયા છે. કમલનાથ હવે એનસીપી સુપ્રીમો શરદ પવારને મળવાના છે.
સંજય રાઉતે વિધાનસભા ભંગ કરવાનો સંકેત આપ્યો -મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ગતિવિધિ વચ્ચે સીએમ ઉદ્ધવ ઠાકરે કોરોના સંક્રમિત (Uddhav Thackeray infected corona)થઈ ગયા છે. આ પહેલા મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યરી પણ કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. શિવસેનાના નેતા સંજય રાઉતે ટ્વીટ કરીને વિધાનસભા ભંગ કરવાનો સંકેત આપ્યો છે, ત્યારબાદ મહારાષ્ટ્રમાં રાજકીય હલચલ વધી ગઈ છે. ભાજપના તમામ ધારાસભ્યો દેવેન્દ્ર ફડણવીસના ઘરે ભેગા થઈ રહ્યા છે. તે જ સમયે, સીએમ ઉદ્ધવ ઠાકરેએ બપોરે એક વાગ્યે કેબિનેટની બેઠક બોલાવી છે, જેમાં તેઓ હવે વર્ચ્યુઅલ રીતે ભાગ લેશે. કોંગ્રેસના નેતાઓ કમલનાથ અને બાળાસાહેબ થોરાટે પાર્ટીના ધારાસભ્યો સાથે બેઠક કરી હતી.
મહારાષ્ટ્ર વિધાનસભા ભંગ કરવાનો સંકેત -એકનાથ શિંદે અને 40 ધારાસભ્યોએ બળવો કર્યા બાદ મહારાષ્ટ્રમાં ઘટનાક્રમ ઝડપથી બદલાઈ રહ્યો છે. થોડા સમય પહેલા શિવસેનાના નેતા સંજય રાઉતે રાજ્યની વર્તમાન રાજકીય પરિસ્થિતિ વચ્ચે મહારાષ્ટ્ર વિધાનસભા ભંગ કરવાનો સંકેત આપ્યો હતો. તેમણે ટ્વિટ કરીને લખ્યું કે મહારાષ્ટ્રમાં ચાલી રહેલું રાજકીય સંકટ વિધાનસભા ભંગ કરવા તરફ આગળ વધી રહ્યું છે.