મુંબઈઃમહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. રવિવારે અજિત પવાર તેમના સમર્થક ધારાસભ્યો સાથે શરદ પવારને મળવા આવ્યા હતા. કાકા શરદ પવાર સાથે અજિત પવારની આ મુલાકાત વિધાનસભા સત્રની શરૂઆત પહેલા મહત્વપૂર્ણ માનવામાં આવે છે. રવિવારે, મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવાર અને અજિત પવાર જૂથના નેતા પ્રફુલ પટેલ તેમના ધારાસભ્યો સાથે એનસીપી પ્રમુખ શરદ પવારને મળવા માટે મુંબઈના વાયબી ચવ્હાણ સેન્ટર પહોંચ્યા હતા. તેમની સાથે અજિત પવાર જૂથના નેતા હસન મુશ્રીફ અને દિલીપ વાલસે પાટીલ પણ હાજર હતા.
શરદ પવારને મળવા પહોંચ્યા : કહેવામાં આવી રહ્યું છે કે, શરદ પવારની સાથે એનસીપી જયંત પાટીલ અને જિતેન્દ્ર આવ્હાડ પહેલાથી જ મુંબઈના વાયબી ચવ્હાણ સેન્ટરમાં હાજર છે. NCP-શરદ પવાર જૂથના નેતા જયંત પાટીલે કહ્યું કે, મને સુપ્રિયા સુલેનો ફોન આવ્યો હતો, તેમણે મને જલ્દી વાયબી ચવ્હાણ સેન્ટર પહોંચવાનું કહ્યું હતું. મને ખબર નથી કે અજિત પવાર અને અન્ય ધારાસભ્યો અહીં શા માટે આવ્યા છે.
ચોમાસુ સત્ર થશે શરુ : બેઠક બાદ અજિત પવાર જૂથના નેતા પ્રફુલ્લ પટેલે કહ્યું કે, આજે આપણે બધા શરદ પવારજીને મળવા આવ્યા હતા. અમે તેમના પગ પકડીને આશીર્વાદ માંગ્યા હતા. અમે તેમને જાણ કર્યા વિના અહીં પહોંચી ગયા હતા. અમે તેમને અમારી ઈચ્છા જણાવી છે. અમે આવતીકાલથી વિધાનસભામાં સરકાર સાથે મહારાષ્ટ્ર માટે કામ શરૂ કરવાના છીએ. અમે તેમને વિનંતી કરી છે કે તેઓ અમને તેમના આશીર્વાદ આપે. પ્રફુલ્લ પટેલે કહ્યું કે, શરદ પવારે અમારી વાત સાંભળી પણ કશું કહ્યું નહીં.
અજીત પવારના ધારાસભ્યોનો ટેકો : મહારાષ્ટ્ર વિધાનસભાનું ચોમાસુ સત્ર સોમવારથી શરૂ થવાનું છે. અગાઉ શુક્રવારે, સુપ્રીમ કોર્ટે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને ટેકો આપનારા શિવસેનાના ધારાસભ્યો સામે ગેરલાયકાતની કાર્યવાહી અંગે મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકર પાસેથી બે અઠવાડિયામાં જવાબ માંગ્યો હતો. શરદ પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ NCPના 12 ધારાસભ્યોને કારણ બતાવો નોટિસ આપી છે જેમણે અજિત પવારને સમર્થન આપ્યું હતું. નોટિસમાં ધારાસભ્યો પાસેથી 5 જુલાઈએ શરદ પવાર દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં ગેરહાજર રહેવા અંગે જવાબ માંગવામાં આવ્યો છે. આ ધારાસભ્યો શરદ પવારના બદલે અજિત પવાર દ્વારા આયોજિત બેઠકમાં હાજર રહ્યા હતા.
ધારાસભ્યોનો અપાઇ નોટીસ : શરદ પવાર જૂથના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બાર ધારાસભ્યોની પાર્ટી વિરોધી ગતિવિધિઓને લઈને સ્પીકર રાહુલ નાર્વેકરને પણ પત્ર મોકલવામાં આવશે. જે ધારાસભ્યોને નોટિસ મોકલવામાં આવી છે તેમાં સુનીલ શેલ્કે, દિલીપ બેંકર, નીતિન પવાર, દીપક ચવ્હાણ, ઈન્દ્રનીલ નાઈક, યશવંત માને, શેખર નિકમ, રાજુ કરેમોરે, મનોહર ચંદ્રિકાપુરે, સંગ્રામ જગતાપ, રાજેશ પાટીલ અને માણિકરાવ કોકાટેનો સમાવેશ થાય છે.
- Maharashtra Politics: CM શિંદે સાથે ફડણવીસ-અજિત પવારની બેઠક અડધી રાત સુધી ચાલી, વિભાજન પર ચર્ચા
- Sharad Pawar: ના ટાયર્ડ હું, ના રિટાયર્ડ હું....શરદ પવારે અજિત પાવર પર કર્યો પલટવાર