ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પવારે ફરી દેશમુખનો કર્યો બચાવ, કહ્યું આરોપોમાં દમ નથી રાજીનામાંનો સવાલ નથી

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ પવારે ફરી એકવાર મહારાષ્ટ્રના ગૃહપ્રધાન અનિલ દેશમુખનો બચાવ કર્યો છે. તેમણે કહ્યું કે આપ લોકો પૂછી રહ્યાં હતાં તે ગૃહપ્રધાનનું શું થશે? તેમની સામેના આરોપોમાં દમ નથી તેથી તેમણે રાજીનામું આપવાનો સવાલ જ નથી.

પવારે ફરી દેશમુખનો કર્યો બચાવ, કહ્યું આરોપોમાં દમ નથી રાજીનામાંનો સવાલ નથી
પવારે ફરી દેશમુખનો કર્યો બચાવ, કહ્યું આરોપોમાં દમ નથી રાજીનામાંનો સવાલ નથી

By

Published : Mar 22, 2021, 4:21 PM IST

  • શરદ પવાર ફરી એકવાર દેશમુખના બચાવમાં ઊતર્યાં
  • દેશમુખ સામેના આરોપોમાં દમ નથી, રાજીનામાંનો સવાલ નથીઃ પવાર
  • સો કરોડ રુપિયાની વસૂલીના મામલે ભાજપ આક્રમક મિજાજમાં

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં વસૂલી પ્રકરણને લઇને વિપક્ષ ભાજપ આક્રમક મિજાજમાં છે. ભાજપના સાંસદોએ આ મુદ્દાને લઇને સંસદમાં જોરદાર હંગામો પણ કર્યો હતો. આ દરમિયાન આરોપોના ઘેરામાં આવેલા ગૃહપ્રધાન અનિલ દેશમુખને ફરી એકવાર શરદ પવારનો સાથ મળ્યો છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ પવારે દેશમુખનો બચાવ કરતાં જણાવ્યું કે આપ લોકો પૂછી રહ્યાં હતાં કે ગૃહપ્રધાનનું શું થશે? પણ દેશમુખના રાજીનામાંનો સવાલ જ નથી. અનિલ દેશમુખ પર લાગેલા આરોપોમાં દમ નથી. પૂર્વ પોલીસ કમિશનર પરમવીરે કહ્યું છે કે ફેબ્રુઆરીમાં તેમને કેટલાક આદેશ મળ્યાં. 5 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી અનિલ દેશમુખ કોરોના પોઝિટિવ હતાં અને નાગપુરની એલેક્સિસ હોસ્પિટલમાં દાખલ હતાં. તેની પહોંચ પણ છે. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ પણ દેશમુખ 27 ફેબ્રુઆરી સુધી ઘરમાં ક્વોરન્ટીન હતાં. હવે મુખ્યપ્રધાન નક્કી કરશે કે તપાસ કઇ રીતે કરવાની છે.

આ પણ વાંચોઃ મુકેશ અંબાણીના ઘર નજીક વિસ્ફોટક ભરેલી ગાડી મળી આવી

વરિષ્ઠ અધિકારી તપાસ કરશેઃપવાર

પવારે એમ પણ જણાવ્યું કે અમે મુખ્યપ્રધાન અને ઉપમુખ્યપ્રધાનને માર્ચના બીજા સપ્તાહમાં આ જણાવ્યું છે. અમે કહ્યું છે કે કોઇ વરિષ્ઠ અધિકારીએ આ તપાસ કરવી જોઇએ. મુખ્ય કેસ શું હતો, એન્ટિલિયાની પાસે કેટલીક આઈટમ ગાડીમાં રાખવામાં આવી હતી, એ જીપ કોની હતી, હીરેનની હતી. એ મામલામાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. એટીએસ તપાસ કરે છે અને તે યોગ્ય દિશામાં ચાલી રહી છે.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રના મુદ્દે સંસદમાં હંગામો, જાવડેકરે કહ્યું 'ગૃહપ્રધાન વસૂલી કરી રહ્યાં છે તે આખા દેશે જોયું'

પવારના નિવેદન પર ભાજપનો પલટવાર

શરદ પવારે કહ્યું કેે એ વાત તપાસમાં સાફ થઇ ગઇ છે કે બધું ડાઇવર્ટ કરવા માટે આ મામલાને મોટો કરવામાં આવી રહ્યો છે. તપાસ એક ચોક્કસ મુકામ પર પહોંચી ગઇ છે. સરકાર પર તેની કોઇ અસર નહીં પડે. બીજીતરફ, પવારના આ બયાનને ભાજપ આઈટી સેલના પ્રમુખ અમિત માલવીયએ ખોટું ગણાવ્યું છે. તેમણે અનિલ દેશમુખનું ટ્વીટ રીટ્વીટ કરતાં કહ્યું છે કે પવાર કહે છે કે અનિલ દેશમુખ 5થી 15 ફેબ્રુઆરી સુધી હોસ્પિટલમાં અને 16થી 27 ફેબ્રુઆરી સુધી ક્વોરન્ટીનમાં હતાં. જ્યારે દેશમુખ 15 ફેબ્રુઆરીએ જ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યાં હતાં. આ પહેલાં સંસદના બંને સદનમાં દેશમુખ પર લાગેલાં આરોપોને લઇને બરાબરનો હંગામો થયો હતો. કેન્દ્રીયપ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું કે ગૃહપ્રધાન વસૂલી કરી રહ્યાં છે એ આખા દેશના લોકોએ જોયું છે.

ABOUT THE AUTHOR

...view details