ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનાએ અમિતાભ બચ્ચનને મન મોટુ રાખવા કરી વિંનતી - Maharashtra Navnirman Sena

મુંબઈના જૂહુ સ્થિત અમિતાભ બચ્ચન(Amitabh Bachchan)ના બંગલા પ્રતિક્ષાની બહાર કેટલાક એવા પોસ્ટર લગાવ્યા છે જેના પર બધાની નજર જઈ રહી છે. આ પોસ્ટર રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવ નિર્માણ(Maharashtra Nav Nirman) સેનાએ લગાવ્યો છે.

bmc
મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનાએ અમિતાભ બચ્ચનને મન મોટુ રાખવા કરી વિંનતી

By

Published : Jul 15, 2021, 1:06 PM IST

  • મન મોટુ રાખો અમિતાભ બચ્ચન
  • રોડ બનાવવા માટે સમગ્ર વિવાદ
  • BMCએ પાઠવી હતી અમિતાભને નોટીસ

મુંબઈ: સદીના મહાનાયક કહેવાતા અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) સતત હેડલાઈન્સમાં હોય છે. પણ આ વખતે હેડલાઈન્સમાં આવવાનું કારણ અલગ છે. મુંબઈના જૂહુ સ્થિત અમિતાભના બંગલા પ્રતિક્ષાની બહાર કેટલાક એવા પોસ્ટર લાગેલા છે જેની પર બધાની નજર જાય છે. પોસ્ટર રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) દ્વારા લગાવવામાં આવ્યા છે.

મન મોટુ રાખવા વિંનંતી

બુધવાર રાતે લગાવામાં આવેલા આ પોસ્ટર્સમાં અમિતાભ બચ્ચનને મોટુ મન રાખવા કહ્યું છે. આ પોસ્ટ દ્વારા અપીલ કરવામાં આવી છે કે અહીંયા જ્ઞાનેશ્વર રોડને પહોંળો કરવામાં આવી રહ્યો છે તેના માટે અમિતાભ બચ્ચન મોટુ મન રાખે અને પ્રસાશનની મદદ કરે.

આ પણ વાંચો : Bollywood Gossip: જાણો, પૌત્રી નવ્યા નંદાએ BigBના ફોટો પર કેવી કરી કમેન્ટ...

શું છે પૂરો વિવાદ

બીએમસી દ્વારા અમિતાભ બચ્ચનના ઘર પ્રતિક્ષાની એક દિવાલ તોડવાની તૈયારીઓ કરી રહી છે. 2017માં બીએમસીએ આ મામલે અમિતાભને નોટીસ આપી હતી પણ હજૂ સુધી અમિતાભ દ્વારા કોઈ જવાબ નથી આવ્યો. આ જે રોડ છે તે 45 ફુટ પહોળો છે જેને 60 ફુટ પહોળો કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેના માટે અમિતાભની ઘરની દિવાલ વચ્ચે આવી રહી છે.

આ પણ વાંચો : અમિતાભ બચ્ચનનો એવો તો કયો કો-સ્ટાર છે જેના વખાણ કરતા બીગબી નથી થાકતા, જુઓ

BMC રોડ તોડવા તૈયાર

રોડ પહોળો કરવાનું કારણ દરરોજનો ટ્રાફિક જામ છે. જ્યારે બીએમસીએ આ મામલે અમિતાભને નોટીસ મોકલી હતી ત્યારે તે કોર્ટમાં ગયા હતા. પણ કોર્ટે બીએમસીને કામ શરુ કરવાની પરવાનગી આપી દીધી હતી. એટલે બીએમસી દિવાલ તોડવા માટે તૈયાર છે

ABOUT THE AUTHOR

...view details