ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Maharashtra News: નાંદેડ સરકારી હોસ્પિટલમાં વધુ 7 દર્દીઓના મૃત્યુ, 2 દિવસમાં મૃતાંક 31 થયો - અજિત પવાર

મહારાષ્ટ્રના નાંદેડની ડૉ. શંકરરાવ સરકારી હોસ્પિટલમાં દર્દીઓના મૃત્યુનો સીલસીલો યથાવત છે. આજે વધુ 7 દર્દીઓના મૃત્યુ થતાં 2 દિવસમાં કુલ મૃતાંક 31 પર પહોંચી ગયો છે. આ મૃતકોમાં 16 નવજાતનો સમાવેશ થાય છે. વાંચો સમગ્ર ઘટનાક્રમ

નાંદેડ સરકારી હોસ્પિટલમાં વધુ 7 દર્દીઓના મૃત્યુ, 2 દિવસમાં મૃતાંક 31 થયો
નાંદેડ સરકારી હોસ્પિટલમાં વધુ 7 દર્દીઓના મૃત્યુ, 2 દિવસમાં મૃતાંક 31 થયો

By ETV Bharat Gujarati Team

Published : Oct 3, 2023, 3:07 PM IST

નાંદેડઃ મહારાષ્ટ્રના નાંદેડના સરકારી હોસ્પિટલમાં મૃતકોના આંકડા સતત વધી રહ્યા છે. મળતી માહિતી મુજબ આજે વધુ 7 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. આમ 2 દિવસમાં કુલ મૃતાંક 31 સુધી પહોંચી ગયો છે. હજુ ગઈકાલે જ 24 કલાકમાં 24 દર્દીઓના મૃત્યુના સમાચાર સામે આવ્યા હતા. આરોગ્ય વિભાગના અધિકારી અનુસાર મૃતકોમાં કુલ 12 બાળકોનો સમાવેશ થાય છે. નાંદેડ ડીઆઈઓએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને આપી માહિતી.

અશોક ચ્વહાણે લીધી રૂબરુ મુલાકાતઃ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણે પોતાના એક્સ હેન્ડલ પર જણાવ્યું કે નાંદેડ હોસ્પિટલમાં મૃત્યુનું તાંડવ ચાલુ છે. સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં સોમવારે 4 બાળકો સહિત 7 દર્દીઓનું મૃત્યુ થયું છે. અશોક ચવ્હાણે રાજ્ય સરકારને જવાબદારી સંદર્ભે ટકોર કરી છે. અશોક ચવ્હાણે હોસ્પિટલની રૂબરુ મુલાકાત પણ લીધી છે. હોસ્પિટલમાં આરોગ્ય સેવાના અભાવે 24 કલાકમાં 24 દર્દીના મૃત્યુને તેમણે ગંભીર ઘટના ગણાવી છે. આ મુદ્દે તપાસની તેમણે માંગ કરી છે. હોસ્પિટલમાં વધુ 70 દર્દીઓની હાલત ગંભીર છે અને રાજ્ય સરકારે આ દર્દીઓનો જીવ બચાવવા યુદ્ધના ધોરણે કામ કરવું જોઈએ. અહીં કામ કરતી નર્સોની ટ્રાન્સફર કરી છે પણ નવી નર્સોની નિયુક્તિ કરાઈ નથી. તેમણે ડૉક્ટરોની સંખ્યા પણ ઓછી હોવાનું જણાવ્યું છે.

500 પથારીની હોસ્પિટલમાં 1250 દર્દીની સારવારઃ અશોક ચ્વહાણે ડીપીડીસી દ્વારા મળતી રકમ ટેકનિકલ કારણોસર હોસ્પિટલને મળતી ન હોવાને લીધે હોસ્પિટલ આર્થિક સંકટનો સામનો કરી રહી હોવાનું જણાવ્યું હતું. સીટી સ્કેન અને અન્ય ઉપકરણોની દેખરેખનો કોન્ટ્રાકટની ચૂકવણી થઈ નથી. આ સંદર્ભે કોન્ટ્રાકટરોએ અનેક ઉપકરણોની સર્વિસ બંધ કરી દીધી છે. તેમણે હોસ્પિટલની કેપેસિટી પર પણ પ્રશ્નો કર્યા હતા. 500 પથારીવાળી હોસ્પિટલમાં 1200થી વધુ દર્દીઓની સારવાર ચાલી રહી છે. મેં પ્રશાસનને ગંભીર હાલતવાળા 70 દર્દીઓની સારવાર માટે પ્રાઈવેટ ડૉક્ટરોની મદદ લેવા જણાવ્યું છે.

આ મુદ્દો રાજકારણ કરવાનો નથીઃ અશોક ચ્વહાણે નાયબ મુખ્ય પ્રધાન અજીત પવારની ઓફિસ અને સુરક્ષા પ્રધાન ગિરીશ મહાજન સાથે ફોન પર ચર્ચા કરી છે. આ સમય રાજકારણનો નથી. હું કોઈ નિર્ણય પર નહીં પહોંચુ અને સમય આવશે ત્યારે સ્પષ્ટ થશે કે વાંક કોનો છે. જો રાજ્ય સરકાર સ્તવરે પગલા ભરીને હોસ્પિટલની હાલત નહીં સુધારે તો નાગરિકોમાં રોષ ભભૂકી ઉઠશે તેવી ચેતવણી પણ અશોક ચવ્હાણે આપી છે.

સમગ્ર મામલે સઘન તપાસઃ આ હોસ્પિટલમાં થતા મૃત્યુની સઘન તપાસની માંગણી અશોક ચ્વહાણ અને સાંસદ પ્રતાપ પાટિલ ચીખલીકરે કરી છે. આ ઘટનાની તપાસ માટે રાજ્ય આરોગ્ય નિદેશકની એક કમિટિ બનાવવામાં આવી છે. જે મંગળવારે હોસ્પિટલમાં થતા મૃત્યુની તપાસ કરશે.

  1. Gujarat Government hospital: ગુજરાતની સરકારી હોસ્પિટલ બનશે પેપર લેસ
  2. ધારાસભ્યને જ હોસ્પિટલમાં બેડ ન મળ્યો, તો જનતાની હાલાત શું હશે ?

ABOUT THE AUTHOR

...view details