- સમીર વાનખેડેના લગ્ન વિશે સનસનાટીભર્યો દાવો
- નવાબ મલિકે સમીર વાનખેડેના 'નિકાહનામા'ની કથિત તસવીરો ટ્વીટ કરી
- સમીર વાનખેડેના પહેલા લગ્ન ડોક્ટર શબાના કુરેશી સાથે થયા છે: નવાબ મલિક
મુંબઈ: મહારાષ્ટ્રના કેબિનેટ પ્રધાન નવાબ મલિકે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના પ્રાદેશિક નિર્દેશક સમીર વાનખેડેના 'નિકાહનામા' (Sameer Wankhede wedding )ની કથિત તસવીરો ટ્વીટ કરી હતી. મલિકનો દાવો છે કે સમીર વાનખેડેના પહેલા લગ્ન (Wankhede first marriage) ડોક્ટર શબાના કુરેશી સાથે થયા છે. મલિકે વાનખેડેના લગ્નના દાવાના સમર્થનમાં પણ ટ્વીટ કર્યું છે. એનસીપી નેતા નવાબ મલિક અગાઉ પણ વાનખેડેના જન્મ પ્રમાણપત્ર અંગે દાવો કરી ચૂક્યા છે.
મલિકે એક તસવીર સાથે ટ્વીટમાં જણાવ્યું
NCP નેતા મલિકે બુધવારે ટ્વીટ કરીને વાનખેડેના પહેલા લગ્નનો દાવો (Sameer Wankhede first marriage claim) કર્યો હતો અને લખ્યું હતું કે, "સુંદર દંપત્તી સમીર દાઉદ વાનખેડે અને ડૉક્ટર શબાના કુરેશીનો ફોટો." નવાબ મલિકે ડૉ. શબાના કુરેશીને વાનખેડેની પહેલી પત્ની ગણાવી અને શબાના કુરેશીનો વાનખેડે સાથેનો ફોટો અને તેમના દાવાના સમર્થનમાં 'નિકાહનામા'નો સ્ક્રીનશોટ પોસ્ટ કર્યો હતો. નોંધનીય છે કે મંગળવારે મલિકે કથિત રીતે એનસીબીના અધિકારી પાસેથી મળેલો પત્ર શેર કર્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે વાનખેડેએ નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. મલિકનો દાવો છે કે પૈસા પડાવવા માટે લોકોને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા છે.
આ પણ વાંચો:મુંબઈમાં તપાસનો દોર શરૂ થતા સમીર વાનખેડે દિલ્હી પહોંચ્યા, કહ્યું - 'આદેશ નથી મળ્યો, કામથી આવ્યો છું'